અધ્યાત્મ ના સિદ્ધાંત :
ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેવા કે, ગુરુત્વાકર્ષણ, ચુંબકીયક્ષેત્ર, રેડિયોધર્મિતા, જૈવધર્મિતા, ઉષ્ણતાવહન, સૌરઊર્જા, વાયુઊર્જા ઇત્યાદિ. તેના પ્રયોગ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ અનેક ઉપકરણોની ખોજ અને નિર્માણ કર્યાં. તદનુસાર આધ્યાત્મિક સિદ્ધાંતો દ્વારા મનુષ્ય આધ્યાત્મિક બની જીવનનું ઊર્ધ્વકરણ કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્ર આત્મા-પરમાત્મા (શાશ્વત તત્ત્વ) વિષે વિચાર કરે છે. તેથી આ શાસ્ત્ર વ્યાપક અને ગહન છે. તેમાં હજારો વર્ષોમાં મનુષ્ય પોતાની બુદ્ધિથી તથા અંતઃ પ્રેરણાથી જે કંઇ શ્રેષ્ઠ વિચાર્યું છે, ચચ્ચું છે, તર્કની કસોટી પર કસ્યું છે, તેમાંથી કેટલીક વિચારધારાઓ પ્રચલિત થઇ છે.
અધ્યાત્મના મૂળભૂત સિદ્ધાંતો અધ્યયન અર્થે તારવ્યા છે, જે નીચે મુજબ છે
૧. અંતિમ સત્તાનો સિદ્ધાંત, ૨. અદ્વૈતનો સિદ્ધાંત, ૩. કર્મનો સિદ્ધાંત,
૪. આનંદનો સિદ્ધાંત, ૫. શરણાગતિનો સિદ્ધાંત, ૬. અપરિગ્રહનો સિદ્ધાંત.
અમને વિશ્વાસ છે કે આ નાનકડી પુસ્તિકા વિદ્વદજનો તથા સક્ષમ સંશોધકોને આ દિશામાં કામ કરવામાં માર્ગદર્શક બની શકશે અને પરિણામે સમાજમાં સાચી શાંતિ, સમતા તથા સૌહાર્દ સ્થાપી શકાશે.