કેન ઉપનિષદ :
કેન ઉપનિષદ ખૂબજ નાનું હોવા છતાં ઘણું અગત્યનું છે. તેમાં એક જ મુખ્ય વિષય છે કે આ વિશ્વમાં સત્તા કોની છે? પરમાત્માની જ છે. તે દૃષ્ટાંત સહિત સમજાવવાનો પ્રયાસ છે. અધ્યાત્મ શાસ્ત્રોનું પ્રયોજન વ્યક્તિની શ્રદ્ધા નાશવંત પદાર્થો પરથી દૂર કરીને કાયમી તત્ત્વ (પરમાત્મા) પર સ્થિર કરવાની છે. તે કાર્ય ખૂબ સુંદર રીતે આપણા શરીરમાં (વ્યષ્ટિમાં) ઇન્દ્રિયો ઉપર પ્રાણ દ્વારા આત્માની સત્તા તથા સમષ્ટિમાં પંચમહાભૂત ઉપર પરમાત્માની સત્તા રહે, જે યક્ષના દૃષ્ટાંત વડે સમજાવી છે. આપણો આત્મા અને પરમાત્મા એક જ છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
કેન ઉપનિષદમાં મુખ્ય ત્રણ વિષયોનું વિવરણ કરવામાં આવ્યું છે :
૧. આ સૃષ્ટિમાં અંતિમ સત્તા કોની છે?
૨. પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને તેમને કઈ રીતે જાણી શકાય?
૩. પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય?
આપણે આ ત્રણેય પ્રશ્નોને ધીરે ધીરે, સરળ અને વ્યવહારુ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners