પ્રશ્ન ઉપનિષદ :
પ્રશ્નોપનિષદ અથર્વ વેદના પિપ્પલાદ-શાસ્ત્રીય બ્રાહ્મણ ભાગ અંતર્ગત આવે છે. આ ઉપનિષદમાં પિપ્પલાદ ઋષિને સુકેશા આદિ છ ઋષિઓએ પૂછેલા છ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે.
પ્રશ્નનો પ્રારંભ ‘‘આ સૃષ્ટિના રચિયતા કોણ?'' થી શરૂ કરી પ્રશ્નો અને તેના વિશદ ઉત્તરો દ્વારા ઋષિએ પરમાત્માની સૃષ્ટિના ૬ સંચાલનની તમામ વ્યવસ્થા સમજાવી છે.
પ્રજા કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રજાના આધારભૂત કયા કયા દેવતાઓ છે? પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કેવી રીતે સ્થિર થાય છે? સુષુપ્તિમાં ક્યા દેવતાઓ સૂએ છે ને કોણ જાગે છે? ૐકારના બળથી કયો લોક પ્રાપ્ત થાય છે? સોળ કળાઓવાળો પુરુષ કોણ?
સૃષ્ટિનું સર્જન , રયિ ને પ્રાણ , દેવયાન અને પિતૃયાન માર્ગ