Share this book with your friends

College Na Divaso-Bhaga-5 / કોલેજના દિવસો-ભાગ-5 College na Divasonum Hasya Nataka

Author Name: H D Kumhar | Format: Paperback | Genre : Dramas & Plays | Other Details

        દોસ્તી! દોસ્તી કોને કહેવાય! દોસ્તી કેવી હોવી જોઈએ એ આ નાટક દ્વારા સમજાવવામાં આવ્યું છે. કોલેજના દિવસો અજબ દોસ્તોની ગજબ કહાની છે જે કોલેજ તો આવી ગયા છે પણ તેઓનું વર્તન બાળકો જેવુ છે. લોકો શું વિચારે છે તેની ચિંતા કર્યા વગર પોતાની મોજીલી જિંદગીમાં તેનો ટકરાવ કોલેજના અન્ય ગ્રુપ સાથે થાય છે. જે બીજા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં માહિર હોય છે.  અજાણતા થયેલી ભૂલને કારણે બંને ગ્રુપ મારામારી પર ઉતરી આવે છે. સજા સ્વરૂપે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ તેનાથી બચવા તેઓ એક કાર્યક્રમમાં નાટક ભજવી ફર્સ્ટ નંબર પણ લાવે છે જેથી તેઓ સસ્પેન્ડ થતાં બચી જાય છે. અગર કોઈ તમને તમારા અસલી નામ સાચે પુકારે તો કેવું લાગે? એવું જ આ ચારેય મિત્રો સાથે થાય છે. જ્યારે કાર્યક્રમમાં તેમનું અસલી નામ બોલવામાં આવે છે ત્યારે તેઓને થાય છે “વાહ યારો આપણે તો દુનિયા જીતી લીધી!” આ ચારેય મિત્રોના સંગને કારણે પેલું ઝગડાલુ ગ્રુપ પણ સુધરી જાય છે. દોસ્ત ક્યારેક મુસીબતમાં ફસાઈ જાય ત્યારે તેને નીકાળવાવાળા પણ તેના દોસ્તો જ હોય છે. દોસ્તી માટે કઈ પણ કરવા તૈયાર થઈ છે. બાલમંદિરથી લઈને કોલેજ સુધીના સફરમાં આ ચારેય મિત્રો સાથે જ રહે છે અને ત્યાર પછી પોત-પોતાની મંજિલ તરફ રવાના થાય છે. આજ દોસ્તો જ્યારે દસ વર્ષ પછી મળે છે ત્યારે બહુ મોટી પોસ્ટ પર આવી ચૂક્યા હોય છે. ઓફિસિયલ લાઈફને એક તરફ મૂકી ચારેય મિત્રો જૂની યાદોની સફર કરવા નીકળી જાય છે. ત્યારે ચારેય બાલમંદિર, સ્કૂલ, કરસનકાકાની દુકાન, બગીચો, નદી, મંદિર, ગામનો ચોરો, આઈસ્ક્રીમ પાર્લર બધુ જોઈ વિચારે છે કે યારો કાશ એ સમય થંભી ગયો હોત તો!

અજબ-ગજબ સપનાની દુનિયાથી શરૂ કરેલી આ સફર કોલેજના લાસ્ટ 5માં ભાગનો અહીં એન્ડ આવી જાય છે. જે સપનાઓ બિલુએ જોયા હતા તે હકીકતમાં બદલી જાય છે.

Read More...
Paperback
Paperback 399

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

એચ ડી કુમ્હાર

એચ ડી કુમ્હાર એક પ્રેરક, સાહિત્યકાર, નાટ્યકાર લેખક છે. વિવિધ ભાષાઓમાં ડઝનબંધ પુસ્તકો પ્રકાશિત થયા છે. મોટાભાગના પુસ્તકો પ્રેરક વાર્તાઓ છે

રહસ્યમય વાર્તા

કોમેડી ડ્રામા

પ્રખ્યાત હોરર વાર્તાઓ

અને એ પણ...

એચ ડી કુમ્હારે અનેક કાલ્પનિક પુસ્તકો અને નોન-ફિક્શન પુસ્તકો લખ્યા છે.

એ ચડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે વેચાય છે. પ્રેરણાત્મક પુસ્તક લખવા માટે શ્રેષ્ઠ ભેટ પણ મળેલ છે. તેમની તેમાંની નવલકથા પ્રખ્યાત છે.

લેખક વ્યાપકપણે એક પ્રેરણાત્મક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તક લખે છે. પુસ્તકો સામાન્ય રીતે સંક્ષિપ્ત અને જીવન સાથે સંબંધિત હોય છે. એચડી કુમ્હાર વાર્તાઓ લખે છે જે થોડા ઊંડા અર્થ સાથે હોય છે. નાના-નાના સંબંધોને મહાન જ્ઞાન આપી પુસ્તકો પણ લખ્યા છે. વાર્તામાં પ્રેરણા પણ લખેલી છે.

એચ ડી કુમ્હાર લોકોને પ્રેરણા આપતા પુસ્તકો લખે છે.

Read More...

Achievements