Share this book with your friends

Eshant / એશાંત Kavya Chitravali / કાવ્ય ચિત્રાવલી

Author Name: Himanshu Desai | Format: Hardcover | Genre : Poetry | Other Details

ધાંધલિયા રોજબરોજના જીવનથી કોઈક વખત મનની શાંતિ કોણ ન ઈચ્છે?  ધ્યાન, મનન કે ચિંતન  થકી મનનો ભાર હળવો કરવા અથવા તો મનને ફરી તરોતાજા કરવા માટે જરૂરી શું? જગની સહુ સાહજિક પ્રવૃતિઓથી ક્યાંક દૂર, સુદૂર કુદરતને ખોળે અંતરાત્માના અવાજના પડઘાને સાંભળી શકાય તેવું એકાંત એટલે “એશાંત“. કુદરતના આવા સાન્નિધ્યમાં ઈશ્વરી ભેટ સમી કલ્પનાશક્તિએ ઉડાડેલા વિચાર તરંગોએ જન્માંવેલ શબ્દો એટલે કાવ્યો. આ પુસ્તકના વાંચન થકી “એશાંત”ના અલૌકિક અસ્તિત્વનો અહેસાસ થયા વગર નહિ રહે. કાવ્યોને અનુરૂપ ચિત્રકળાની જે મિજબાની પીરસવામાં આવી છે એ આ પુસ્તકની મીઠાશમાં વધારો કરે છે. આજની ગુજરાતી યુવા પેઢીને પોતાની માતૃભાષાના સાહિત્યમાં ડોકિયું કરવાનું મન થાય એથી રૂડું શું?

Read More...
Hardcover
Hardcover 1085

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હિમાંશુ દેસાઈ

હિમાંશુ દેસાઈનું મન એટલે કલ્પનાશક્તિઓનું યાત્રાધામ. શાળા તથા કોલેજના સમયકાળથી કાવ્યો અને હાઈકુ પ્રકાશિત થતાં. બેંક ઑફ બરોડાના અતિ વ્યસ્ત જીવન છતાં  એમનું લેખન કાર્ય અટક્યું ન્હોતું. ફિલસૂફી, પ્રણય અને વ્યંગાત્મક કાવ્ય રચનાઓ એ હિમાંશુ દેસાઈના કવિ સ્વભાવનો પરિપાક છે

 

Read More...

Achievements