Join India's Largest Community of Writers & Readers

Share this product with friends

SELF-Rise Above and Beyond / સેલ્ફ-રાઇઝ અબોવ એન્ડ બિયોન્ડ

Author Name: Tapaswini Gajjar, Roopak Desai | Format: Paperback | Genre : Self-Help | Other Details

શું તમારી ખોવાઈ ગયેલી જાતને ખોળવી છે? એની ચાવી તમારા હાથમાં જ છે - સેલ્ફ-રાઈઝ અબોવ એન્ડ બિયોન્ડ. આ પુસ્તક તમારી અંદર રહેલા શક્તિમાન આત્માને બહાર લાવવા અત્યંત ઉપકારક છે. સ્વયંની શોધ, સ્વ જાગરૂકતાની આંતરિક સફર દ્વારા છેવટે તો એ તમને અર્થપૂર્ણ, આનંદમય અને આધ્યાત્મિક જીવનની કલા શીખવે છે. દુન્યવી કાર્યો, સફળતા અને સ્વપ્નોની સાથે વાચકોને સુંદર જિંદગી જીવવાનાં મોંઘેરાં મોતી વહેંચે છે.  'સેલ્ફ-રાઈઝ અબોવ એન્ડ બિયોન્ડ' પુસ્તક આત્મ નિરીક્ષણ શા માટે જરૂરી છે અને કેવી રીતે એ કરી શકાય એ વાત બહુ અદભુત રીતે કરે છે. સફળ અને અર્થસભર જીવન જીવવાની કલા શીખવે છે. 

“આત્મનિરીક્ષણ કેવી રીતે અને શા માટે કરવું એ વિશે આ પુસ્તકમાં અદભુત લખાયું છે-અર્થપૂર્ણ જીવન જીવવા માટે એ ખૂબ અગત્યનું છે. મને લાગે છે કે આજના આધુનિક વર્ક કલ્ચરમાં સાતત્યપૂર્ણ  આત્મગૌરવ જાળવી રાખવું અઘરું છે. એ માટે સહયોગ, સહભાગીતા અને ટીમ વર્ક જરૂરી છે. પુસ્તકની વિભાવનાથી હું પ્રભાવિત થયો છું. પરિપૂર્ણ જીવન જીવવાની કળા આ પુસ્તક શીખવે છે.”

- સૅમ પિત્રોડા, છેલ્લાં 55 વર્ષથી ભારત અને યુએસએના ટેલીકોમ એન્જિનિયર, આંત્રપ્રેન્યોર અને પોલિસી મેકર છે.

Read More...
Paperback
Paperback 199

Inclusive of all taxes

Delivery by: 18th May - 21st May

Also Available On

તપસ્વિની ગજ્જર, રૂપક દેસાઈ

તપસ્વિની ગજ્જર

અમદાવાદ (ગુજરાત)માં અસમર્થ બાળકો અને પુખ્તોનાં સ્પેશિયલ એડ્યુકેટર 
(RCI-રિહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે રજિસ્ટર્ડ) છે. સર્ટિફાઈડ લાઈફ કોચ તરીકે એમણે કાઉન્સેલિંગ દ્વારા હજારો લોકોનાં જીવનમાં સુખ-શાંતિ લાવવામાં સહાય કરી છે. મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમો દ્વારા સામાજિક ધોરણે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.બ્રહ્માકુમારીઝની ચેનલ 'પીસ ઓફ માઈન્ડ' ઉપર 'ટ્યુનિંગ વિથ સેલ્ફ' ટૉક શોના સેંકડો એપિસોડ્સનું સંચાલન કર્યું છે. તેઓ દ્રઢપણે માને છે જીવનનો સૌથી મૂલ્યવાન પ્રોજેક્ટ બીજો કોઈ નહીં, માત્ર જાત (SELF) માટેનો જ હોઈ શકે.  
 

રૂપક દેસાઈ

સર્ટિફાઈડ અપ્લાઈડ પોઝિટિવ સાઈકોલોજી પ્રેક્ટિશનર (CAPP) છે તેમજ ઈન્ટિગ્રેટિવ ન્યુટ્રીશન હેલ્થ કોચ (IIHC) છે. તેઓ લેખક, મોટિવેશનલ સ્પીકર, બ્લોગર તથા હેલ્થ એન્ડ વેલનેસ લાઈફ સ્ટાઈલ ટ્રાન્સ્ફોર્મેશન કોચ છે. ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં સફળ કારકિર્દી ધરાવતા રૂપક દેસાઈ યુએસએની પ્રતિષ્ઠિત ફાઈનાન્શિયલ ફર્મમાં કામ કરે છે. તીવ્ર એન્ઝાઈટી અને ડિપ્રેશનને 'સેલ્ફ હેલ્પ' દ્વારા હરાવીને પોતાની જાતમાં સંપૂર્ણ બદલાવ લાવનાર રૂપકે પહેલું પ્રેરણાત્મક પુસ્તક 'S.O.A.R.' લખ્યું જેમાં જાતે જ વૃદ્ધિ પામીને તમારી અપાર ક્ષમતાઓને બહાર લાવવાની વાત ખૂબ સરસ અને સરળ રીતે કરી છે.  2019માં ભારત અને અમેરિકામાં એ પુસ્તક પ્રગટ થયું હતું.

Read More...