Share this book with your friends

Vartao na ordama... / વાર્તાઓ ના ઓરડામાં…

Author Name: Ankita Vaishnav | Format: Paperback | Genre : Self-Help | Other Details

વાર્તાઓનો એક એવો ઓરડો કે જેમાં પ્રવેશ્યા બાદ જો તમે નિરીક્ષણ કરો તો તમે ચોક્કસપણે કહી શકશો કે, “વાર્તાઓના આ ઓરડાની દરેક વાર્તા મારી વાસ્તવિક વાતોથી જ બનેલી છે…પરંતુ મેં જ ક્યારેય આ બધી વાતો ઉપર ધ્યાન નથી આપેલું…” એ પછી કોઈ મમ્મી-પપ્પા હોય, કોઈ યુવાન હોય કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય. દરેક પોતાના વાસ્તવિક જીવન અને રોજિંદી જીંદગીની સાથે તાલમેલ સાધી શકે એવો છે આ વાર્તાઓનો ઓરડો. આપણી સંસ્કૃતિ વાર્તાઓની સંસ્કૃતિ રહી છે એવું કહીએ તો જરાક પણ ખોટું નથી કારણ કે વાર્તાઓ આપણા જીવનમાં આપણી આસપાસ દરેક ક્ષણે જીવતી અને જીવાતી હોય છે. ફરક એટલો છે કે આપણે જ આપણી વ્યસ્ત જીંદગીમાંથી થોડો સમય કાઢીને એને સમજાવાનો પ્રયત્ન નથી કરતા. બસ આ જ કામ મેં કરેલું છે. આપણી,  મારી અને તમારી આસપાસ અથવા તો તમારી કે મારી જ અંદર રચાયેલી આ વાર્તાઓનો તમને અહેસાસ કરાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. વાંચતા-વાંચતા અટકીને તમે એક સેકન્ડ માટે પણ વિચારતા થઈ જાવ કે આ તો મારી જ વાત છે એટલે હું તો ધન્ય…ધન્ય…

Read More...
Paperback
Paperback 245

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અંકિતા વૈષ્ણવ

અંકિતા વૈષ્ણવ. જામનગર જિલ્લામાં એનો જન્મ અને બારમાં ધોરણ સુધીનો અભ્યાસ પણ જામનગરમાં જ. માઈક્રોબાયોલોજીનો હાલમાં અભ્યાસ કરી રહેલી અંકિતા સુક્ષ્મજીવોની સાથે સાથે પોતાની આસપાસ ચાલી રહેલી જીંદગીની સુક્ષ્મ વાતો જાણવામાં અને સમજવામાં પણ રસ ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં પોતે પણ એનું નાનું એવું યોગદાન આપી શકે એ માટેની શરૂઆત કરી રહી છે અંકિતા. સ્વભાવમાં એકદમ જ કોમળ અને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે પણ થોડીક જ ક્ષણોમાં વાત કરતી થઈ જાય એવી વાતોકડી અંકિતા પોતાના જીવનની આસપાસ ચાલી રહી ઘટનાઓને  વાર્તાઓ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરી છે. એના વાતોડિયા સ્વભાવની ઝલક તમને એની વાર્તાઓ વાંચતાની સાથે જ ખબર પડી જશે. ગુજરાતી સાહિત્યમાં  પાપાપગલી માંડતી અંકિતા ગુજરાતી સાહિત્યમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે.

Read More...

Achievements