આ પુસ્તકમાં વૈદેહી પરમાર દ્રારા કેટલીક કવિતાઓ પ્રગટ થઈ છે. જીવનમાં, સમાજમાં અને દેશને ઉપયોગી થાય એવી ઘણી કવિતાઓ આ પુસ્તકમાં છે. ખાસ કરીને ફિલસૂફી આપતી કવિતાઓ આ પુસ્તકમાં વધુ પ્રમાણમાં છે. આબાલવૃદ્ધ સૌને ગમે એ રીતે કવિતાઓ લખાણી છે. સાવ સરળ ભાષામાં લખવાની કોશિશ થઈ છે છતાં કવિતામાં ઘણું બધું છે. દરેક કવિતા અલગ અલગ બોધ આપે છે અને અલગ અલગ વિષય વસ્તુ પ્રગટ કરે છે. અહીં મોટાભાગની કવિતાઓ આજના સમયને અનુસંધાનમાં લખાયેલી છે. વાસ્તવિક કહી શકાય.