Share this book with your friends

Ish Upanishad / ઈશ ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

ઈશ ઉપનિષદ : 

ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સંહિતાનો ૪૦ મો અધ્યાય છે.
 
ઈશ ઉપનિષદ ઉપર સૌથી વધુ ભાષ્યો અને વિદ્વાન લોકોનાં લખાણો ઉપલબ્ધ છે. તેને દૃષ્ટિ સમક્ષ રાખી આ સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે, જે સત્યનો સાક્ષાત્કાર કરવામાં અને જીવનમાં તેનું આચરણ કરવામાં જિજ્ઞાસુના મનમાં જાગતા તમામ પ્રશ્નોના ઉત્તરો આપવા સમર્થ છે.
 
ઈશ ઉપનિષદમાં અઢાર શ્લોક છે, જેમાં વિવિધ વિષયોનું વિવરણ- વિવેચન છે, જેવા કે પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું, તેનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મની સ્વચાલિત વ્યવસ્થા તેનું સંચાલન કેવી રીતે કરે છે વગેરે. બધા જીવો નિરંતર આનંદમાં રહી શકે તે માટે પરમાત્માએ કેવી સુંદર વ્યવસ્થા કરી છે તેનું વર્ણન ખૂબ જ રોચક છે.
 

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન - વડોદરા : 
 
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.
 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133,940936178,
Email: sampurnajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in

Read More...

Achievements

+3 more
View All