પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ "શબ્દોની ઉડાન" નામનું પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં જીવન, સંબંધ, દેશ, દોસ્તી, ફિલોસોફી વગેરે વગેરે અનેક વિષયો પર કવયિત્રીએ કાવ્ય દ્વારા શાબ્દિક પ્રકાશ પાડ્યો છે. દરેક કાવ્યમાં ભાવ અને મર્મ છે. સાવ સરળ ભાષામાં લખાયેલા કાવ્યો ખરેખર ખાસ છે. વાંચવા ગમે એવી રસાળ શૈલીમાં કાવ્યો લખાયા છે. કવયિત્રીએ અહીં દરેક વયજૂથના લોકોને વાંચવું ગમે એ પ્રકારે પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં 85 આસપાસ કાવ્યો છે.