જીવનનો એક બહોળો અનુભવ હું લખી શકું, એવી મને ખાતરી નથી. મારી દરેક વાતો સાથે હું મને પોતાને જ શોધી રહી છું, અને હમેશા મારામાં કઈક પરીવર્તન આવ્યું છે. આ પુસ્તકમાં મે ઘણા એવા ન્યુયોર્ક બેસ્ટસેલરના વાચેલા પુસ્તકોનો નિચોડ છે, અને અતિ સુંદર અને સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવેલું જીવનનું સત્ય છે. આ સારાંશ લખતાં મારો અનુભવ પણ થ્રીલિંગ રહ્યો એથી વધુ શું કહી શકું? - કોમલ વિજય શાહ
મલ્ટી- ટાસ્કિન્ગ એ મારા જીવનનો હેતુ છે. મે ભણતરમાં હમેશા ટોપ જ કર્યું છે, મે ગુજરાતની એલ.ડી સરકારી કોલેજ માથી એંજીન્યરિંગ કર્યું, એના પછી હું મોડેલિંગમાં આવી અને ત્યાર પછી મે જોબની સાથે-સાથે ઘણી પુસ્તકોનો ઊંડાણ પૂર્વક ઉપયોગ કર્યો, ત્યારબાદ મે પોતાના મનગમતા વિષયો પર લખવાનું શરૂ કર્યું અને મે મારી અંગ્રેજીમાં અસ્સિત થૌ- ઓફફિંગ ટુ સક્સેસ નામની પ્રથમ પુસ્તક લખી,જેને લોકો એ ખૂબ વખાણી અને ત્યારબાદ મે નામાંકિત સમાચારપત્રો માટે પણ આર્ટિક્લ લખવાનું શરૂ કર્યું. હવે મારા પોજિટિવ વિચારો આગળ લઈ જ જશે એવી ઈશ્વરને પ્રાથના!