આપનાં આરોગ્ય અને તેના ઉપચાર માટેની વ્યાપક જાણકારી આ પુસ્તક દ્વારા આપવામાં આવેલ છે.
હાઉસ ઑફ વેલનેસ એ તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને નિયંત્રિત કરવા માટેની સર્વોત્તમ માર્ગદર્શિકા છે. આ પુસ્તક પ્રાચીન વિજ્ઞાન દ્વારા પ્રેરિત મૂલ્યવાન જ્ઞાન થી ભરેલું છે, જેમાં નેચરોપેથી , આયુર્વેદ , યોગ અને સંબંધિત આધુનિક ઉપચારો સમાવિષ્ટ છે, જે રોગોનાં મૂળ કારણોની સારવાર પર ભાર મૂકે છે. જેની કોઈ આડઅસર ન હોય, પરવડી શકે એવો ખર્ચ અને ઘરે બેઠા સરળતાથી કરી શકાય એવા અસરકારક ઉપાયો અમારા દ્વારા તમને પ્રદાન કરવા પર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
આ પુસ્તકમાં, તમને ઘરેલું ઉપચારો અને વિવિધ સારવારો માટે ની માહિતીની વિશાળ શ્રેણીઓ વિષે જાણવા મળશે, જે વિવિધ રોગોનાં મૂળ કારણોને લક્ષ્ય બનાવે છે. અમે તમારા સ્વાસ્થ ને તંદુરસ્ત રાખવાની મહત્વતા પર ભાર મુકીએ છીએ કારણ કે જે જીવનની તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે.
આયુર્વેદિક સિદ્ધાંતો સાથે બીજી આધુનિક થેરાપી દ્વારા અમે અમૂલ્ય જાણકારી સાથે વ્યવહારું નુસખા પ્રદાન કરીને તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તેની વિવિધ રીતો નું વિગતવાર અન્વેષણ કરીએ છીએ, જેમ કે ફિઝીયૉથેરાપી, ન્યુટ્રીશન, સંબંધિત ઉપચાર, કાંસા વડે ફુટ મસાજ, નાભિ ક્રિયા, વગેરે, જેને તમે તમારા રોજિંદા જીવનમાં સમાવી શકો છો.