દૈનિક ઉત્સાહની ચાવીઓ હવે તમારા હાથમાં છે.
આ પુસ્તકમાં આપેલી તમામ ચાવીઓથી તમારા જીવનમાં હકરાત્મક ફેરફારો થઇ રહ્યા છે.
ઉત્સાહની ચાવી ઘુમાવો, સ્મિત કરો, ખુશ રહો, સુખી થાઓ.
મારા પોતાના અવલોકનમાંથી, પુસ્તક વાંચન અને નેચરોપેથીના અભ્યાસ દરમિયાન થયેલા અનુભવોથી પ્રેરિત થઈને આ પુસ્તક લખવાનું નક્કી કર્યું, એવી આશા સાથે કે વિશ્વભરના લાખો લોકો ખુશ થાય.
મેં શીખ્યું, જાણ્યું અને અનુભવ્યું કે આપણા વિચારોમાં વિશ્વની દરેક ઘટનાને સર્જવાની અપાર શક્તિ છુપાયેલી છે. આપણે આપણા વિચારોને નિયંત્રણમાં રાખી તેનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો આપણે એક સુંદર દુનિયા સર્જવા માટેની ક્ષમતા ધરાવીએ છીએ.
આ દુનિયામાં બે પ્રકારની વ્યક્તિઓ છે: જેઓ સકારાત્મક વલણ ધરાવે છે અને જેઓ દરેક પાસામાં નકારાત્મક વિચારોથી ઘેરાયેલા છે. નકારાત્મક વિચારો આવવા એ માત્ર સંયોગ નથી; તે એક છુપી માનસિક બીમારી છે. આને જીતવા માટે, આપણે સકારાત્મક વલણ અપનાવવું તે અત્યંત આવશ્યક છે.
આ પુસ્તક જ્ઞાન સાથે મૂલ્યવાન અભ્યાસો પણ પ્રદાન કરે છે. આ અભ્યાસો તમને જીવનમાં સકારાત્મક વલણ જાળવવામાં ઘણો ફાયદો કરશે. તમે આ પુસ્તકને નહિ પરંતુ આ પુસ્તકે તમને પસંદ કર્યું છે. તમને ભરપૂર ફાયદો મળે, તમારા બધા સપના સાકાર થાય, તમે સુખી થાઓ એવા ધ્યેય સાથે સહુને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.
પુસ્તકની ખાસ વિશેષતાઓ
·દૈનિક ઉત્સાહ માટેના 44 અભ્યાસો
·365 દિવસ માટે જાદુઈ નોંધપોથી (આયોજન કોષ્ટક)
· રૂટિન મેનેજમેન્ટ, મંત્ર લેખન અને રિફ્રેશમેન્ટ રમતો
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners