કેયૂરી પટેલ દ્વારા લખવામાં આવેલ આ પુસ્તક માં ૫૦ કવિતાઓ/વાર્તાઓ/લેખો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જેમનું સ્થાન સર્વોચ્ચ છે એવાં માતા-પિતા, તેમજ રાષ્ટ્રપિતા એવાં ગાંધીજી, એ ઉપરાંત લોખંડી પુરુષથી ઓળખાતાં સરદાર પટેલ વગેરે જેવાં મહાન વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિઓનાં ગુણગાન વર્ણનેલાં છે. આપણાં ગુજરાતીઓની માતૃભૂમિ એવી ગુર્જરધરાનું પણ વ્યાખ્યાન કરેલું છે. વાસ્તવિક જીવનની સાથે સંકળાયેલ અમુક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત આપણાં સમાજની રક્તવાહિની એવાં મધ્યમ વર્ગીય પરિવારની મનોદશાનું પણ વર્ણન કરેલું છે. વિવિધ વિષયો પર લખેલી કવિતાઓ પણ છપાયેલી છે.