પોતાની પ્રાર્થના સભાના સપનાના કારણે કથા નાયક અનિકેત દેસાઈના જીવનમાં આવેલ પરિવર્તનની મજેદાર વાર્તા. આ વાર્તા દરેક વાચક માટે પ્રેરણા દાયક વિચાર પ્રેરક અને પોતાના જીવનને નવી રીતે જોવાનો અને જીવવાની પ્રેરણાનો અવસર પૂરો પાડશે.
સુનીલ ગાંધી બહુવિધ ટોપી પહેરે છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમણે મુંબઈની મેનેજમેન્ટ સ્કૂલ JBIMSમાં બિઝનેસ કન્સલ્ટિંગ અભ્યાસ કર્યો છે. એક શોખ તરીકે, તેમણે યોગિક વિજ્ઞાન અને યોગિક ઉપચારોનો અભ્યાસ કર્યો અને તેમને ડિપ્લોમા આપવામાં આવ્યા છે. બીઝનેસ અને વ્યક્તિગત નાણાકીય સલાહકાર તરીકે, તેમની પાસે 32 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે.
તેઓ 2010 થી બ્લોગર છે. ફાઇનાન્સ, ફિટનેસ, કલાઈમેટ,હેપીનેસ, જેવા વિવિધ વિષયો પર લખે છે. તેમના લોકપ્રિય બ્લોગનુ નામ છે wethecouple.com.
તેમણે બે ગુજરાતી ફિક્શન, બે અંગ્રેજી ફિક્શન અને ચાર અંગ્રેજી નોન ફિક્શન પુસ્તક લખ્યા છે. તેઓ મૂવી સ્ક્રિપ્ટ પણ લખે છે.