દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે અને તે ભારતને નજીકથી જાણવા-સમજવાનું કેન્દ્ર છે. તેથી, સ્વતંત્રતાની ઉજવણીને વિશિષ્ટ રીતે ઉજવવા માટે, તમે તમારા બાળકો, પરિવાર અથવા મિત્રો સાથે આ સંગ્રહાલયોની મુલાકાત લઈ શકો છો.