જીવન માર્ગ સતત ચાલતો રહે છે, અને. આપણે સૌ આ મારગના મુસાફર છીએ. ક્યારેક કયો મુસાફર તમારી ભીતરનાખોણે આવીને વસી જાય એ કહેવું મુશ્કેલ છે. વાસ્તવમાં આપણું શરીર અંગોથી બનેલું છે. પણ એક બીજું જીવન જે યાદોથી બનેલું છે. જે જીવનકાળ દરમિયાન ઘણાં રસ્તાઓમાંથી પસાર થાય છે, જેમાંની મોટાભાગની યાદો ઘટના સ્વરૂપે કે કે પછી કલ્પના સ્વરૂપે તમારી સાથે ચાલતી રહે છે.પ્રેરણા પંથે પુસ્તક કંઈક આવું જ સ્વરૂપ લઈને આપની સમક્ષ મુકું છું. જે વાર્તાઓ અને કવિતાઓ મેં લખી છે તે તમારા ભીતર પણ પ્રગટેલી હોય અને તમે એમાંથી પસાર પણ. થયા હશો. કેમ લખું છું ? એ પ્રશ્નનો જવાબ કદાચ આપવો મુશ્કેલ છે, કારણ કે મારા ભીતરે વસતી પ્રેરણાનો જીવ મને લખવા માટે પ્રેરે છે. બાળપણથી અત્યાર સુધીની ઘણી યાદો હજી તરો તાજા છે. માના ખૂણામાં માથું રાખી આમલીના ઝાડ નીચે કક્કા બારક્ષરી શીખી એ મને હજી યાદ છે. કાચા મકાનની ચૂનાની દીવાલે સવારે રેડિયોમાં પ્રભાતિયા સાંભળતી સાંભળતી વાળ ઓળવતી માં મને બહુ ગમતી. સમયની સાથે સાથે મોટા થવું સ્વાભાવિક છે પણ હજી જ્યારે ગામની ઋતુ નો પહેલો વરસાદ જ્યારે ગામની માટી પર પડતો હોય ત્યારે ભીની માટીની સુગંધ લેવી મને ગમે છે. વાડીના કાચા રસ્તામાં બાપુની(પપ્પા) થાકેલી ને શાંત પડેલી પગની ઠંડી છાપ પર પોતાના પગની છાપ અડાડવી ગમે છે. ગામને પાદર જઈ વડની વળવાઈ થી લઇ આમલીની ડાળીઓ પકડી બાળપણ યાદ કરવું ગમે છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Delete your review
Your review will be permanently removed from this book.
Delete your review
Your review will be permanently removed from this book.
Delete your review
Your review will be permanently removed from this book.Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners