આ પુસ્તક માં યોગનો અર્થ અને તેના ફાયદા જણાવાયા છે સમગ્ર વિશ્વ 21 જૂન 2014થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) ની ઉજવણી કરી રહ્યું છે. યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે. જે મન અને શરીર વચ્ચે સંવાદિતા લાવવા પર ધ્યાન આપે છે. તે નિરામય જીવનની કળા અને વિજ્ઞાન છે. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે પ્રાચીન ભારતમાં વ્યક્તિનો સાચો આત્મા અનુભવવા માટે મગજની કાયમી શાંતિની સ્થિતિ મેળવવાના દૃષ્ટિકોણથી ઉદ્ભવ્યો હતો.