Share this book with your friends

Jadui Jindagi / જાદુઈ જિંદગી Keys to Daily Enthusiasm /દૈનિક ઉત્સાહની ચાવીઓ

Author Name: Dr. Nirav Pravinbhai Desai (Naturopath) | Format: Paperback | Genre : Self-Help | Other Details

દૈનિક ઉત્સાહની ચાવીઓ હવે તમારા હાથમાં છે.
આ પુસ્તકમાં આપેલી તમામ ચાવીઓથી તમારા જીવનમાં હકરાત્મક ફેરફારો થઇ રહ્યા છે.
ઉત્સાહની ચાવી ઘુમાવો, સ્મિત કરો, ખુશ રહો, સુખી થાઓ. 

મારા પોતાના અવલોકનમાંથી, પુસ્તક વાંચન અને નેચરોપેથીના અભ્યાસ દરમિયાન થયેલા અનુભવોથી પ્રેરિત થઈને આ પુસ્તક લખવાનું નક્કી કર્યું, એવી આશા સાથે કે વિશ્વભરના લાખો લોકો ખુશ થાય. 

મેં શીખ્યું, જાણ્યું અને અનુભવ્યું કે આપણા વિચારોમાં વિશ્વની દરેક ઘટનાને સર્જવાની અપાર શક્તિ છુપાયેલી છે. આપણે આપણા વિચારોને નિયંત્રણમાં રાખી તેનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો આપણે એક સુંદર દુનિયા સર્જવા માટેની ક્ષમતા ધરાવીએ છીએ.

આ દુનિયામાં બે પ્રકારની વ્યક્તિઓ છે: જેઓ સકારાત્મક વલણ ધરાવે છે અને જેઓ દરેક પાસામાં નકારાત્મક વિચારોથી ઘેરાયેલા છે. નકારાત્મક વિચારો આવવા એ માત્ર સંયોગ નથી; તે એક છુપી માનસિક બીમારી છે. આને જીતવા માટે, આપણે સકારાત્મક વલણ અપનાવવું તે અત્યંત આવશ્યક છે. 

આ પુસ્તક જ્ઞાન સાથે મૂલ્યવાન અભ્યાસો પણ પ્રદાન કરે છે. આ અભ્યાસો તમને જીવનમાં સકારાત્મક વલણ જાળવવામાં ઘણો ફાયદો કરશે. તમે આ પુસ્તકને નહિ પરંતુ આ પુસ્તકે તમને પસંદ કર્યું છે. તમને ભરપૂર ફાયદો મળે, તમારા બધા સપના સાકાર થાય, તમે સુખી થાઓ એવા ધ્યેય સાથે સહુને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.

પુસ્તકની ખાસ વિશેષતાઓ

·દૈનિક ઉત્સાહ માટેના 44 અભ્યાસો 

·365 દિવસ માટે જાદુઈ નોંધપોથી (આયોજન કોષ્ટક)

· રૂટિન મેનેજમેન્ટ, મંત્ર લેખન અને રિફ્રેશમેન્ટ રમતો

Read More...
Paperback
Paperback 749

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડૉ. નિરવ પી. દેસાઈ (નેચરોપેથ

નિરવ પ્રવીણભાઈ દેસાઈએ ભાવનગરની એક એન્જિનિયરિંગ કૉલેજમાંથી કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં સ્નાતકની ડીગ્રી પૂર્ણ કરી અને ત્યારબાદ અમદાવાદની એન્જીનીયરીંગ કૉલેજમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી. ચારેક વર્ષ જેવું ભાવનગરની એક આઇટી કંપનીમાં કામ કર્યા પછી, બીજી એક આઇટી કંપનીમાં પાર્ટનરશિપ તરીકે જોડાયા, જ્યાં તેઓ હાલમાં કામ કરે છે. આ સમય દરમિયાન, તેમણે નેચરોપેથીમાં રસ કેળવ્યો અને પોતાના વિકેન્ડના સમયનો સદુપયોગ કરવા તેઓ નેચરોપેથીમાં જોડાયા, નેચરોપેથીમાં લોકોને કોઈ પણ જાતની દવા વગર રોગથી કઈ રીતે બચી શકાય (અલબત્ત રોગથી તદ્દન કેમ દૂર રહેવું) તેના માટેની અલગ અલગ પદ્ધતિઓ, થેરાપીઓ, એકિટવિટી અને કસરત તથા યોગનું જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. નિરવ આ જ્ઞાનને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરવાની આશા રાખે છે. તેઓના મનપસંદ વિષયોમાં લિડરશિપ, આધ્યાત્મિકતા, સમય-કાર્ય-વસ્તુનું આયોજન (મેનેજમેન્ટ) અને નેચરોપેથ વગેરેનો સમાવેશ થાય છે.

તે સ્ટ્રેસ રિલીફ પ્રવૃતિઓ અને રૂટિન મેનેજમેન્ટ ઉપર સેશન લે છે. આ સેશનમાં વિવિધ પ્રવૃતિઓ, અભ્યાસો અને હળવી રમતો (ગેલ ગમ્મત) નો સમાવેશ થાય છે જે વ્યક્તિઓને તેમના જીવનમાં તણાવ ટાળવામાં મદદ કરે છે અને એ લોકો ખરેખર ખુબ ખુશ થઈને જાય છે. એ દરેક સેશન લેવા પાછળનો બીજો હેતુ એ પણ છે કે તેમને દરેક વિષયોના જ્ઞાનમાં કંઈકને કંઈક વધારો થાય. એ જ્ઞાન લોકોને પીરસતી વખતે તેઓ પણ તે જ્ઞાનના સ્વાદને માણે. મારુ શીખવાનું હજુ પણ શરૂ જ છે એવું તેમનું કહેવું છે.

Read More...

Achievements