અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું. અચાનક સુરજથી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ. અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.