Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal
શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કર
શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કરતો ત્યારે હું આ ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. મેં સ્નાતકની પદવી હિંમતનગર આટર્સ એન્ડ કોમર્સ કૉલેજ મોતીપુરાથી મેળવી. તે સમયે શિક્ષણના વિવિધ વ્યાખ્યાનો યોજાતા તેમાં હું હંમેશાં હાજર રહેતો. વિવિધ વિદ્ધવાનોના વિચારો મને ખૂબ જ ગમતા. મોડાસા બી.એડ. કૉલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ડૉ. દાઉદભાઈ ઘાંચી સાહેબ જેવા વિદ્ધવાનોના સંપર્કમાં આવ્યો. એક વર્ષના તાલીમી શિક્ષણ દરમિયાન મને શિક્ષણક્ષેત્રના ઊંડા વિચારો મળ્યા. સતત અધ્યાપકોના સંપર્ક તેમજ ત્યાંની લાયબ્રેરીમાં જ્યારે સમય મળતો ત્યારે શિક્ષણને લગતા પુસ્તકો વાંચવાની ઉમદા તક મળી. વિશ્વના મહાચિંતકોના પુસ્તકો વાંચવા મળ્યા. મને કૉલેજકાળથી વાંચવાનો ખૂબ જ શોક હતો. હું કૉલેજની લાયબ્રેરીનો ઉપયોગ કરતો. મોડાસા બી.એડ કૉલેજ એટલે ગુજરાત રાજ્યની એક અગ્રિમ શિક્ષણની કૉલેજ. શિક્ષણની પ્રયોગશાળા કહી શકાય. નવીન વિચારોમાં અગ્રેસર મને એક વર્ષ સુધી તે સમયના વિદ્વાન અધ્યાપકોના જ્ઞાનનો લાભ મળ્યો. હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હોવા છતાં મારા માતા-પિતાને શિક્ષણમાં ઊંડો રસ હોવાને કારણે મને બળ મળ્યું. બી.એડ કૉલેજમાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવતા વિવિધ પ્રયોગો મને વિચારતો કર્યો. હું પણ સતત વિચારતો રહ્યો. શિક્ષણક્ષેત્રે મારું ચિંતન વધ્યું અને તેમ કરવાનો લહાવો મોડાસા બી.એડ. કૉલેજમાંથી મળ્યો.
G. S. DEDHROTIYA
આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય શમણામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પ
આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય શમણામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલ દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો!
દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર, ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે, એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો, એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે.
અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા 'નંદી' દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્ર
અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા 'નંદી' દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્રહમાં આધ્યાત્મિક કાવ્યો, પ્રણય કાવ્યો, ચિંતન કાવ્યો, અનુભવ કાવ્યો, કોરોનાકાળ કાવ્યો, ઉત્સવ કાવ્યો વગેરે પ્રકારના કાવ્યોનો રસથાળ પીરસવામાં આવ્યો છે. આ કાવ્યસંગ્રહમાં સમાવેશ તમામ કાવ્યો આપનું મન મોહી લેશે.
શિવશક્તિ – અઘોર પ્રકૃતિનું મિલન
આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલ
શિવશક્તિ – અઘોર પ્રકૃતિનું મિલન
આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ? તો દોસ્તો એ અન્ય કોઈ નહિ પણ માતા આદ્યશક્તિનાં રૂપ હતાં. શિવ સતીની પ્રેમ કહાનીથી પણ ઉપર એક પ્રેમગાથા છે અને એ છે શિવ શક્તિની પ્રેમગાથા ! જી હા મિત્રો મારી આ નોવેલમાં આપ શિવ શક્તિના પ્રેમથી વાસ્તવિક થશો. આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેમગાથા શિવશક્તિ - અઘોર પ્રકૃતિનું મિલન...
નવલકથાની શરૂઆત અંકલેશ્વર પીરામણ નાકા સ્થિત અગ્રવાલ ફૂડઝોનના કેશ કાઉન્ટરથી થઈ. ખાદ્ય સામગ્રીની ખરીદી કરી બિલ ચૂકવવા બે અલગ અલગ લાઈન બનાવામાં આવી હતી. એક લાઈનમાં નાયક તેની આજુબ
નવલકથાની શરૂઆત અંકલેશ્વર પીરામણ નાકા સ્થિત અગ્રવાલ ફૂડઝોનના કેશ કાઉન્ટરથી થઈ. ખાદ્ય સામગ્રીની ખરીદી કરી બિલ ચૂકવવા બે અલગ અલગ લાઈન બનાવામાં આવી હતી. એક લાઈનમાં નાયક તેની આજુબાજુની પરીસ્થિતિ અને ત્યાં હાજર રહેલાં લોકોનું નિરીક્ષણ કરતો ઊભો હતો જ્યારે નાયિકા, તેની બાજુ (નાયકની બાજુની) લાઈનમાં ઊભી હતી. તેણીએ ઓઢણી વડે ચહેરાને ઢાંકપિછોળો કરી હાથમાં રહેલ કિચન વડે રમત રમતી નજરે પડે છે. એક પછી એક વ્યક્તિઓ પોતાનું બિલ ચૂકવી બહાર નીકળી રહ્યાં હતાં. ત્યાં અચાનક નાયિકાના હાથમાંથી કિચન તૂટીને ક્યાંક માલસામાન વચ્ચે પડ્યું, ઘણાં પ્રયત્ન પછી પણ મળ્યું નહિ. આ હકીકત કથાનું મૂળ ઉદ્દગમ સ્થાન છે. બસ ત્યાંથી આખી કથાને ઓપ મળ્યો અને એક પછી એક પ્રસંગો સાથે કથા તેના અંત તરફ આગળ વધતી ગઈ. જેમ દરેક કથાનો ચોક્કસ અંત હોય છે, પરંતુ દરેક અંત નવી શરૂઆત લઈને જ આવે છે.
સાધારણ સંજોગ વારેવારે મળતા હોય છે પરંતુ અસાધારણ સંજોગો ક્યારેક જ મળે છે. (મારુ માનવું છે કે વિશ્વમાં જે કંઈપણ સર્જનાત્મકતા, કલાત્મકતા, સ્થાપત્ય અને સાહિત્ય જોવા મળે છે એ સર્વની પાછળ અસાધારણ સંજોગો જ રહ્યાં હશે) આ અસાધારણ સંજોગોએ જ એક પછી એક નાયક અને નાયિકને સાથે લાવવાનું અને સાથે રાખવાનું કામ કર્યું છે. અંકલેશ્વર સ્થિત અગ્રવાલ ફૂડઝોનથી શરૂ થયેલી એક તરફી આકસ્મિક મુલાકાત વડોદરા સ્થિત કંપની સુધી પહોંચી ગઈ. તેમની મુકલાતનું સીંચન કરવાનું મુખ્ય કાર્ય મિસિસ થોમ્પસન દ્વારા કરવામાં આવ્યું છે.
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' ની કલમથી લખાયેલ કાવ્ય સંગ્રહ 'શ્યામ ઝરુખે' શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ કાવ્ય સંગ્રહ ભક્તિમાં તરબોળ કરી દે એવાં 52 કાવ્યોથી રચાયેલો છે.
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' ની કલમથી લખાયેલ કાવ્ય સંગ્રહ 'શ્યામ ઝરુખે' શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ કાવ્ય સંગ્રહ ભક્તિમાં તરબોળ કરી દે એવાં 52 કાવ્યોથી રચાયેલો છે.
નવલિકા સમૂહ “રહસ્યની સમીપે" ની બધીજ નવલિકા વિવિધ કાલ્પનિક કથાનક ધરાવતી નવલિકાઓ છે. આ પ્રકાશિત પ્રિન્ટ બુક અને ઈ બુકમાં નવલિકાનાં કથાનકને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લીધેલ
નવલિકા સમૂહ “રહસ્યની સમીપે" ની બધીજ નવલિકા વિવિધ કાલ્પનિક કથાનક ધરાવતી નવલિકાઓ છે. આ પ્રકાશિત પ્રિન્ટ બુક અને ઈ બુકમાં નવલિકાનાં કથાનકને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લીધેલ પાત્રોનાં નામ, સ્થળ, વ્યક્તિ કે માહિતીનો કોઈપણ રીતે કોઈપણ જાતનો કોઈ સાથે કોઈ સંબંધ નથી.
વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કર
વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે. દીપ કાવ્યમાં કહે છે, 'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ, પણ મારી આશનું શું?' જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે…..
વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.
દીપ કાવ્યમાં કહે છે,
'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ
પણ મારી આશનું શું?
જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે…
'અફસોસ' કાવ્યમાં કહે છે કે,
દુઃખ અને દર્દને પણ ના રહે અવકાશ
અફસોસને પણ થાય અફસોસ
એવું કાંઈક કરીને શેષ જીવન મસ્તીથી જીવવું છે.
મસ્તીથી જીવન જીવવાનું મન ત્યારે જ થાય જ્યારે કોઈક એવું મળી જાય જેથી ખુશીઓ બમણી થઈ જાય. જ્યારથી મળ્યા છો તમે' કાવ્યમાં મહોરી ઊઠેલી જિંદગીની વાત કરી છે.
'અંતરનો નાદ - સ્વની ખોજ' કાવ્યસંગ્રહની રચના ગ્રીષ્મા પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ કાવ્યસંગ્રહમાં કવયિત્રી ક્યારેક તેમના મનને વાચા આપે છે, તો ક્યારેક ઉંચેરા પહાડને અને ગગનને
'અંતરનો નાદ - સ્વની ખોજ' કાવ્યસંગ્રહની રચના ગ્રીષ્મા પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ કાવ્યસંગ્રહમાં કવયિત્રી ક્યારેક તેમના મનને વાચા આપે છે, તો ક્યારેક ઉંચેરા પહાડને અને ગગનને વાચા આપીને તેમણે શ્રેષ્ઠ કાવ્યોનું સર્જન કર્યું છે.
મારું નામ જયશ્રી પટેલ 'જયુ' છે. મારો જન્મ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ ચાણસ્મામાં ઈ.સ.૧૯૫૩ ની ૫ મી મેના દિવસે થયો. ગામડું ને કુદરત મારાં પ્રિય સ્થળો છે. પહેલા ધોરણનો અભ્યાસ મોસાળ ચ
મારું નામ જયશ્રી પટેલ 'જયુ' છે. મારો જન્મ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ ચાણસ્મામાં ઈ.સ.૧૯૫૩ ની ૫ મી મેના દિવસે થયો. ગામડું ને કુદરત મારાં પ્રિય સ્થળો છે. પહેલા ધોરણનો અભ્યાસ મોસાળ ચાણસ્મા સુધી ને પછી પિતા પાસે ભરૂચમાં બી.એ પૂર્ણ કર્યુ. આગળ અભ્યાસ માટે સાહસ ખેડવું પડ્યું. ભણવું એ તો મનની દ્રઢતા હતી. તેથી ઘરનો ત્યાગ કરી સ્વબળે મિત્ર પાસે ઉછીના રૂપિયા લઈ. અમદાવાદ તરફ પ્રયાણ. કર્યુને ત્યાં સખીનાં ઘરમાં આસરો મળ્યો. વિદ્યાર્થીઓ ભણાવીને એમ.એનો અભ્યાસ શરૂ કર્યો. એમ. એ. નો અભ્યાસ પૂ.કે.કા. શાસ્ત્રી ને હરિપ્રસાદ શાસ્ત્રી જેવા ગુરુજનો પાસે 'ભારતીય સંસ્કૃતિ'માં પૂર્ણ કર્યો.
બાળકોનું ભણાવતાં તેમનું સાંનિધ્ય વધતાં તેમના પ્રશ્નોનાં ઉત્તરો આપતા કંઈક કરી છૂટવું ભૂલકાઓ માટે એ નિર્ણય લીધો. અમલમાં મૂકાયો ૨૦૧૭માં ને પહેલું પુસ્તક 'બકો જમાદાર' નું સર્જન થયું.
હવે આપની સમક્ષ બીજુ બાળ પુસ્તક 'રંગત સંગત' (બાળવાર્તાઓનો રસથાળ) મૂકતાં હર્ષની લાગણી અનુભવી રહી છું.
પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તે
પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે.
આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમ બંધન.
અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો
અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું. અચાનક સુરજથી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ. અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.
રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમ
રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે.
પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી દે છે. ધીમે ધીમે રહસ્યની જાળ ગૂંથાતી જાય અને પછી ઉકેલાતી જાય, પાછી કરોળીયાની જેમ જાળ બનાવે, પાછું એમ લાગે કે હવે તો રહસ્ય ઉકલી ગયું ત્યાં પાછી ગુંચ પડી જાય અને છેલ્લે બધું દીવા જેવું ચોખ્ખું ચટ થઈને રહસ્ય ઉકલી જાય.
'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અન
'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે.
વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતા
વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતાં પાકના ઉભા મોલ સમી નવલકથાનું સર્જન થયું ત્યારે તો જેમ લીલાછમ ખેતર જોઈ ભૂમિપુત્ર હરખાય તેમ આ બાગાયતી હૈયું બાગબાગ થઈ ગયું. જીવનમાં લહેરાતાં આ પ્રથમ મોલની વૈશાખી આપ સૌ સાથે ઉજવીને મારાં આનંદને ચરમસીમાએ પહોંચાડી રહી છું. તેમજ મારાં જીવનની પ્રથમ નવલકથા મા સરસ્વતીને ચરણે ધરી રહી છું. જેમાં અનેક આફતને અવસરમાં ફેરવનાર નાયિકા, સૌંદર્યા શ્રદ્ધા અને વિશ્વાસના હલેસાં વડે તેમજ હૈયાની હામ વડે ખરાબે ચડેલી પોતાની જીવનનાવને કઈ રીતે પાર ઉતારે છે તેની સંઘર્ષ કથા છે. નાયિકા સૌંદર્યા, નાયક સોહેલ અને ખલનાયિકા મોનિકા દરેકની પોતપોતાની આગવી તડપ છે જેઓ તેમના ધ્યેય માટે કંઈ પણ કરવા તૈયાર કરે છે! તો વાંચો પ્રેમ, પ્રણય ત્રિકોણ, સંઘર્ષ, કાવા દાવા અને અને નફરતના ભાવોથી ઉમટતી નવલકથા "પ્રેમની તડપ".
અંતરનાદ 03 કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે,
અંતરનાદ 03 કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે,
અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે.
અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે.
ગુરુ કવિ પરિષદનું પ્રથમ સહિયારું પુસ્તક આપ દરેકનાં આશીર્વાદ અને શુભેચ્છા થકી ખૂબ જલ્દી આવી રહ્યું છે.પારુલ અમિત 'પંખુડી' અને દિલીપ ધોળકિયા 'શ્યામ' નાં સંગાથે અત્યંત સુંદર સ્વપ્
ગુરુ કવિ પરિષદનું પ્રથમ સહિયારું પુસ્તક આપ દરેકનાં આશીર્વાદ અને શુભેચ્છા થકી ખૂબ જલ્દી આવી રહ્યું છે.પારુલ અમિત 'પંખુડી' અને દિલીપ ધોળકિયા 'શ્યામ' નાં સંગાથે અત્યંત સુંદર સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
"શબ્દ સુરપથ" એટલે ગુરૂ બ્રાહ્મણ સમાજનાં 28 જેટલાં કવિઓનો એક સહિયારો અને નવીન પ્રયાસ...
ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ થશે "શબ્દ સુરપથ" પદ્ય પુસ્તક..
આ કાવ્યસંગ્રહના રચયિતા કવિ, ગઝલકાર, સંવેદનશીલ વિચારક શ્રીમાન કલ્પેશ શાહ મારા સુપુત્ર છે. તેઓશ્રી “કલ્પા” ના ઉપનામ(તખલ્લુસ)થી પ્રચલિત છે. હું પોતે એક ભજનિક, ગાયક, ગીતકાર
આ કાવ્યસંગ્રહના રચયિતા કવિ, ગઝલકાર, સંવેદનશીલ વિચારક શ્રીમાન કલ્પેશ શાહ મારા સુપુત્ર છે. તેઓશ્રી “કલ્પા” ના ઉપનામ(તખલ્લુસ)થી પ્રચલિત છે. હું પોતે એક ભજનિક, ગાયક, ગીતકાર છુ. બાળપણથી મારો તે શોખ રહ્યો છે. કલ્પેશભાઈમાં તે ગુણ, કળા વારસામાં ઉતરી આવ્યા છે એમ કહું તો અસ્થાને નહિ ગણાય. કલ્પેશભાઈ નમ્ર, શાંત, સૌજન્યશીલ અને ઋજુ સ્વભાવ ધરાવે છે. તેઓશ્રીએ હળવી તથા વિનોદીશૈલીમાં ઘણી ગઝલો તથા કવિતાઓ લખી છે. મા – બાપ, નોકરી, મોંઘવારી, પ્રકૃતિ, માણસાઈ, દેશભક્તિ, પ્રેમ, બાળપણ તથા વિવિધ વિષયો પર તેમણે પોતાની વ્યથા કથા માર્મિક શબ્દોમાં રજુ કરી છે. સ્પંદનોનો અવિરત પ્રવાહ વેહવો એ જ એક કોમળ હ્રદયના સર્જકનો ખજાનો છે. જે આપણને તેમની રચનાઓનો આસ્વાદ લેતા અનુભવાય છે.
આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની
આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો.
હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે "આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે!" આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી કરી, પરંતુ પ્લૉટ તો આખો ઘટનાક્રમ મુજબ તૈયાર જ હતો તો પછી "લખવામાં વાર શું?" એમ વિચારી લાઘવિકા લખવાની સાથે જ ૨૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ નવલકથા લખવાનું પણ શરૂ કર્યું જે ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કાગળ પર રફ્લી પૂર્ણ થયું. ટાઇપિંગ કરવામાં, વાર્તાને મઠારવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં થોડો સમય લાગ્યો અને અંતે બધા ફેરફારો બાદ ૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ આ નવલકથાનો સંપૂર્ણ રીતે જન્મ થયો.
૧૪મી એપ્રિલ, ૨૦૨૩ના જ્યારે હું પ્રકાશકને મોકલવા ફાઇલ તૈયાર કરતી હતી ત્યારે મને લાગ્યું હજુ અંતમાં ઘણી નવી મરોડ આપી શકાય તેમ છે. જીવનસાથી સાથે જ્યારે મને સૂઝેલ બે નવા ચોટદાર વળાંકની ચર્ચા કરી તો તે બેમાંથી એક વળાંકને તે એક નવા જ વળાંક પર લઈ ગયા અને બીજો વળાંક તેમણે અને મારી નાની બહેને એકદમ વધાવી લીધો. જે બન્ને વળાંક સાથે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના આ નવલકથા એક નવાં જ સ્વરૂપે જન્મી.
નવલકથાનું રહસ્ય ખોલતો અંત વાચકોને ખરેખર ચોકાવી દેશે.
આ એક વાર્તા સંગ્રહ છે જેની અંદર અનેક લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તરફ વાર્તા સંગ્રહ ની અંદર સમાવેશ તમામ વાર્તાઓ પ્રેરણાત્મક લાગણી અને પ્રેમથી તરબોળ કરનારી છે જે
આ એક વાર્તા સંગ્રહ છે જેની અંદર અનેક લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તરફ વાર્તા સંગ્રહ ની અંદર સમાવેશ તમામ વાર્તાઓ પ્રેરણાત્મક લાગણી અને પ્રેમથી તરબોળ કરનારી છે જેમને વાંચ્યા બાદ વાંચકોને અવશ્ય આનંદ થશે એની હું ખાતરી આપું છું.
"અંશુનાદ" દિનવિશેષ કાવ્યસંગ્રહ છે, જેમાં સમાવેશ 75 કાવ્યો વર્ષમાં આવતા અલગ અલગ દિવસ પર લખાયેલા છે. આ કાવ્યસંગ્રહની અંદર સમાવેશ તમામ કાવ્યોની અંદર દિનવિશેષ માહિતી આપવામાં આવી છે,
"અંશુનાદ" દિનવિશેષ કાવ્યસંગ્રહ છે, જેમાં સમાવેશ 75 કાવ્યો વર્ષમાં આવતા અલગ અલગ દિવસ પર લખાયેલા છે. આ કાવ્યસંગ્રહની અંદર સમાવેશ તમામ કાવ્યોની અંદર દિનવિશેષ માહિતી આપવામાં આવી છે, જે આ બુકબે શ્રેષ્ઠ બનાવે છે.
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દીપાવલી પદ્ય સ્પર્ધા તેમજ અન્ય નામી કવિઓના કાવ્યનો સમૂહ.. જેમાં આશરે ચાલીસ જેટલા કવિઓના કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિઓ દ્વારા દીપાવલી સ
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દીપાવલી પદ્ય સ્પર્ધા તેમજ અન્ય નામી કવિઓના કાવ્યનો સમૂહ.. જેમાં આશરે ચાલીસ જેટલા કવિઓના કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિઓ દ્વારા દીપાવલી સ્પર્ધા માટે દીપાવલી શબ્દ ઉપર કાવ્ય, ગઝલ, ગઝલ અને ભજનનો સમાવેશ થાય છે. બુકનું આરાધના એટલા માટે આપવામાં આવ્યું છે કેમકે શબ્દો એ એક આરાધના છે, જેનો ઉપયોગ કરીને એક સર્જક એની રચનાનું સર્જન કરે છે.
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દિપાવલી ગદ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામી અનામી લેખકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 28 લેખકો દ્વારા ભાગ લેવ
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દિપાવલી ગદ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામી અનામી લેખકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 28 લેખકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને ખુબ સુંદર વાર્તાઓની રચના કરવામાં આવી હતી.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.