Share this book with your friends

Shabde Madhi Sanvedna / શબ્દે મઢી સંવેદના

Author Name: Vishkha Kalpit Bhatt | Format: Paperback | Genre : Poetry | Other Details

વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે. દીપ કાવ્યમાં કહે છે, 'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ, પણ મારી આશનું શું?' જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે…..

વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.

દીપ કાવ્યમાં કહે છે,

'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ

પણ મારી આશનું શું?

જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે…

'અફસોસ' કાવ્યમાં કહે છે કે,

દુઃખ અને દર્દને પણ ના રહે અવકાશ

અફસોસને પણ થાય અફસોસ

એવું કાંઈક કરીને શેષ જીવન મસ્તીથી જીવવું છે.

મસ્તીથી જીવન જીવવાનું મન ત્યારે જ થાય જ્યારે કોઈક એવું મળી જાય જેથી ખુશીઓ બમણી થઈ જાય. જ્યારથી મળ્યા છો તમે' કાવ્યમાં મહોરી ઊઠેલી જિંદગીની વાત કરી છે.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

વિશાખા કલ્પિત ભટ્ટ

શબ્દોની વિશાળતા જેવું જ મારું નામ વિશાખા કલ્પિત ભટ્ટ છે. લગ્ન પહેલાનું નામ વિશાખા નટવરલાલ દવે હતું. મેં અભ્યાસ DRT, DERE કર્યો છે. સરકારી ટેકનીકલ સંસ્થામાં Electronics વિષયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી છે. જીવંત ફાઈલોને જીવતા મશીનો જેવા કિશોર - કિશોરીઓ જોડે મેં મારી નોકરીનો સમગ્ર સમય ગાળો વિતાવ્યો છે. તેમના દિલના ભાવો, લાગણીઓને પુસ્તકની જેમ વાંચ્યા છે. આમ તો ટેકનોલોજી અને સાહિત્યનો કોઈ મેળ નથી પણ સાહિત્ય ધમનીમાં દોડી રહ્યું હોય એમ સાહિત્યનો પ્રવાહ મારી કલમ થકી વહેતો રહે છે. જેમાં મારી અંતરની લાગણીઓ, અને મનની વ્યથાને શબ્દોથી વાચા આપતી રહી છું.

આપ સમક્ષ મારો કાવ્ય-સંગ્રહ 'શબ્દે મઢી સંવેદના' મૂકતાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહી છું. આપ મારા સાહિત્યિક સફરને હર્ષથી સ્વીકારશો એવી અપેક્ષા રાખું છું.

Read More...

Achievements

+9 more
View All