You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palપ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે.
આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમ બંધન.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.વિજય પરમાર 'વીર'
વિજય પરમારનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામમાં થયો છે. તેઓ વીર ઉપનામથી સાહિત્યનું સર્જન કરી રહ્યા છે. અત્યારે તેઓ પ્રા. શા. લક્ષ્મીપુરા, ચિખોદરામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. વ્યવસાયે શિક્ષણ સાથે જોડાયેલા હોવાને લીધે તેઓ સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી છે એટલે પહેલેથી જ સાહિત્યની સેવા કરવાનું તેમનું મન રહ્યું છે.
અત્યાર સુધી તેઓએ અમરપ્રેમ નવલકથા, કિતનોં કી લવસ્ટોરીયા વાર્તાસંગ્રહ તથા હું અને તું, કારણ ન પૂછતી, સમય, તારી વાત, યાદોના સરનામે, પ્રેમ જેવી કાવ્યરચના લખી છે. 100થી વધુ વાર્તાઓ અને 300થી વધુ કવિતાઓની રચના કરી છે. સૌરાષ્ટ્રની છાયા, નિભાવ, લોકાર્પણ જેવાં ન્યુઝ પેપરમાં તેમની કવિતાઓ પ્રકાશિત થતી રહે છે. આ ઉપરાંત દિવ્યભાસ્કરની વાર્તા સ્પર્ધામાં વિજેતા થયા હતા. અત્યાર સુધી તેમનાં ચાર સહિયારા પુસ્તક 'અંતરની અભિલાષ', 'ભીતર ભીંજવે શબ્દ વર્ષા', 'કલ્પનાના તરંગો', 'ગોલુ મોલુની દુનિયા' પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આગામી સમયમાં સાહિત્યની સેવાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવા માટે સહિયારા વાર્તાસંગ્રહનું સંપાદન કરી રહ્યા છે. આગામી સમયમાં તેમના પુસ્તક આવતાં રહેશે, જે તેમના વાંચકોના દિલમાં જગ્યા બનાવતાં રહેશે.
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.