Share this book with your friends

Bahurangi Bhavnao / બહુરંગી ભાવનાઓ

Author Name: Shamim Merchant | Format: Paperback | Genre : Others | Other Details

લાગણીઓ અને મૂલ્યો; આ બે આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે આપણને એ વ્યક્તિ બનાવે છે જે આપણે છીએ. તેઓ વિવિધ વિચારોને ઉત્તેજિત કરે છે, આપણી પ્રતિક્રિયાઓ, પ્રતિભાવો અને ક્રિયાઓનો માર્ગ નક્કી કરે છે. મારુ આ સંગ્રહ; 'બહુરંગી ભાવનાઓ',  જેમાં ૩૫ અદ્ભુત કથાઓ અને ૨૦ સુંદર કવિતાઓ, આ જ માન્યતા ઉપર આધારિત છે. તમને આ પુસ્તકમાં ઘણી બધી વિવિધ લાગણીઓનું મિશ્રણ જોવા મળશે.

જો કે બધી વાર્તાઓ મારી કલ્પનાની મૂર્તિઓ છે, તે છતાં તે વાસ્તવિક લોકો અને તેમની રેણી કેણીથી ઘણી સમીપ છે. મેં તેમને શક્ય તેટલું અધિકૃત રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, જેથી મારા વાચકો પાત્રો અને તેમના સંજોગો સાથે સહેલાઈથી સંબંધિત થઈ શકે. કેટલીક વાર્તાઓ તમને હસાવશે, અને ઘણી તમારી આંખ ભીની પણ કરી શકે છે. તદઉપરાંત, કેટલીક તમને વિચારવા માટે વિવશ કરી મુકશે. અને હેતભરેલી કવિતાઓ તમારા હૃદયને સ્પર્શી જશે. દરેક વાર્તા કે કવિતા વાંચવામાં ભાગ્યે જ થોડી મિનિટો લાગશે. પરંતુ તે ક્ષણોમાં જો તમને મારા શબ્દો સ્પર્શી જાય, તો હું માનીશ કે મારું લક્ષ્ય પૂર્ણ થયું

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

શમીમ મર્ચન્ટ

શમીમ મર્ચન્ટ, જેઓએ એમ.એ. કર્યું છે અને વ્યવસાયે એક શિક્ષિકા છે. મુખ્યત્વે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખે છે; તેઓ મુખ્યત્વે કવિતાઓ, લેખ તથા વાર્તાઓ લખે છે. મનોભાવને કાગળ ઉપર ઉતારી દેનાર લેખિકાની બુક "બહુરંગી ભાવનાઓ" ગુજરાતી વાર્તાઓ અને કવિતાઓનો એક સુંદર સંગ્રહ છે.

Read More...

Achievements

+7 more
View All

Similar Books See More