Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal
જીવનમાં ઉત્તાર ચડાવ આવ્યા કરે છે. મન એટલું નાજુક હોય છે કે ગમે તે, ન ગમે તે વિચારી લે છે. હજુ મનને સ્પર્શીએ ત્યાં બદલાય જાય છે. મનને ઓળખવા જઈએ ત્યાં સુધી તો કેટલું દૂર જતું રહ્યું હો
જીવનમાં ઉત્તાર ચડાવ આવ્યા કરે છે. મન એટલું નાજુક હોય છે કે ગમે તે, ન ગમે તે વિચારી લે છે. હજુ મનને સ્પર્શીએ ત્યાં બદલાય જાય છે. મનને ઓળખવા જઈએ ત્યાં સુધી તો કેટલું દૂર જતું રહ્યું હોય છે. આપણે તો સકારાત્મક વિચાર રાખી આગળ વધવાનું છે. જીવનમાં થોડા તોફાન પણ આવવા જોઈએ. આસાની વાળું જીવન જીવવાની મજા શું છે. મળી છે આ "આજ" એને હસી ખુશી પસાર થઈ જવા દો.
આજે ગુજરાતી ગઝલે અંગડાઇ લીધી છે,કોઈ વિષય એવો નહી હોય જેને ગુજરાતી ગઝલે સ્પશઁયો નહિ હોય.ભાવકોના હદય ને સ્પઁશી જાય એટલું ઊંડાણ ગુજરાતી &nbs
આજે ગુજરાતી ગઝલે અંગડાઇ લીધી છે,કોઈ વિષય એવો નહી હોય જેને ગુજરાતી ગઝલે સ્પશઁયો નહિ હોય.ભાવકોના હદય ને સ્પઁશી જાય એટલું ઊંડાણ ગુજરાતી ગઝલ માં હોય છે.
લગભગ સાત કે આઠ વષઁ પહેલાં હિરેન નામનો એક યુવાન બગસરા ના ડૉ. સંજય સોરઠીયા ની ભલામણ લઈને મારી ઓફિસે મળવા આવ્યો હતો.ગઝલ ને કાવ્ય જેવું કંઈક લખવાની શરૂઆત હતી. ગઝલ લખવાનો થનગનાટ હતો. એમના શબ્દો માં ગઝલ નું ઊંડાણ ને દદઁ ટપકતું હોય એવું લાગતું હતું. મે એમને છંદ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું સૂચન કર્યુ હતું.
એ વાત ને વરસો વિતી ગયા ત્યાં થોડા દિવસ પહેલાં ભાઇ હિરેન નો ફોન આવ્યો. કે મારે મારો ગઝલ સંગ્રહ પ્રગટ કરવો છે .પ્રસ્તાવના તમારે લખી આપવાની છે.
એમની શરૂઆત માં એમને પ્રોત્સાહિત કરવા માટે ઈસ્લાહ કરીને એક બે ગઝલ તમન્ના માં પ્રગટ કરી હતી.જોકે એનું પરિણામ મોડે મોઙે પણ સારૂં મળ્યું છે.
સત્ય, આપણે ઈચ્છીએ છીએ પણ જીવી શકતા નથી! સત્યમાં વાસ્તવિકતાના અનેક રંગો હોય છે જેમાં સુખ અને દુઃખ બંનેનો સમાવેશ થાય છે. આ કાવ્યસંગ્રહ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ત્રિભાષી છે.
સત્ય, આપણે ઈચ્છીએ છીએ પણ જીવી શકતા નથી! સત્યમાં વાસ્તવિકતાના અનેક રંગો હોય છે જેમાં સુખ અને દુઃખ બંનેનો સમાવેશ થાય છે. આ કાવ્યસંગ્રહ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ત્રિભાષી છે. આ પુસ્તક સહિતના લેખકોએ તેમના શબ્દો ખૂબ સુંદર રીતે લખ્યા છે. વાર્તા, કવિતા અને લેખ શૈલીમાં લેખકોએ તેમનું લેખન ખૂબ જ સરસ રીતે રજૂ કર્યું છે.
આ પુસ્તકમાં લાગણી, સામાજિક સમસ્યાઓ, સમાજ, પ્રેમ, ડર, ધર્મ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર ઊંડા વિચારો સાથે તૈયાર કરેલી સુંદર રચનાઓ છે. આ પુસ્તકમાં વીસ વર્ષથી લઈને લગભગ સાઠ વર્ષ સુધીના લેખકોએ પોતાનું યોગદાન આપ્યું છે.
આ પુસ્તકમાં સમાજ-કુટુંબ વ્યવસ્થા અને લગ્ન સંસ્થાને તોડતા કુસંસ્કારોને નાથવાનો ભરચક્ર નમ્ર પ્રયાસ કરેલો છે, તો બીજી બાજુએ નવજાત શિશુઓને ત્યજી દેવાની ઘટનાઓ પણ સામાજિક દૂષણમાં
આ પુસ્તકમાં સમાજ-કુટુંબ વ્યવસ્થા અને લગ્ન સંસ્થાને તોડતા કુસંસ્કારોને નાથવાનો ભરચક્ર નમ્ર પ્રયાસ કરેલો છે, તો બીજી બાજુએ નવજાત શિશુઓને ત્યજી દેવાની ઘટનાઓ પણ સામાજિક દૂષણમાં વધારો કરે છે. આજે અનાથાશ્રમો આવા અનૌરસ બાળકોથી ઉભરાવા લાગ્યા છે.
એટલે લેખકનો નમ્ર પ્રયાસ દત્તકપ્રથાને પ્રોત્સાહિત કરવાનો પણ રહ્યો છે. લોકો સુધી આ મેસેજ પહોંચાડવામાં પણ જો મારું આ પુસ્તક સહાયરૂપ નીવડશે તો હું ઈશ્વરનો આભાર માનીશ.
કોઈનોય પ્રેમ ખોટો હોતો નથી. પ્રેમ એટલે ઈશ્વર. આવું પહેલેથી જ આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. કોઈ વ્યક્તિના દિલમાં સહજ ભાવે ઊગેલો પ્રેમ ખોટો હોય એવું કહેવાની હિમ્મત હું સપનામ
કોઈનોય પ્રેમ ખોટો હોતો નથી. પ્રેમ એટલે ઈશ્વર. આવું પહેલેથી જ આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. કોઈ વ્યક્તિના દિલમાં સહજ ભાવે ઊગેલો પ્રેમ ખોટો હોય એવું કહેવાની હિમ્મત હું સપનામાંય ના કરું. પણ આજની સદીમાં થતો પ્રેમ વ્યક્તિને અવળા રસ્તે લઈ જતો નથી પરંતુ વ્યક્તિ જ પોતે પ્રેમ ઉપર હાવી થઈને પ્રેમને ગેર માર્ગે દોરી જાય છે એવું મારુ માનવું છે. ગમતી વ્યક્તિ ના મળે એટલે પોતાને હાની પોંહચાડવી અને સામે વાળી વ્યક્તિને પણ ઈજા પહોંચાડવી એ બીજું ગમેતે હોય, પ્રેમ તો નથી જ. પ્રેમ એટલે માનસિક સુખ. માનસિક દુ:ખ આપે એતો વ્હેમ (મોહ) કહેવાય. જે વ્યક્તિથી પ્રેમ છે એ વ્યક્તિનું ખાલી નામ કાફી છે ખુશ થવા માટે. ગમતી વ્યક્તીની યાદ આવતા જ બધા કામનો ભાર અને થાક ઉતરી જાય એ પ્રેમ. આગવો સમય કાઢીને એ વ્યક્તિને વાગોળ્યા કરવાનું મન થાય એ પ્રેમ. પ્રેમને જીતવાનો ના હોય, પ્રેમને તો જીવવાનો હોય. અને એ આવડત આપણામાં હોવી જોઈએ.
આ નવલકથામાં મુખ્ય ત્રણ પાત્રો છે. બે પાત્રોને અમદાવાદ શહેરમાં જ જીવંત રાખ્યા છે. એના મુળ સ્થાનમાં કદાચ મારી અમદાવાદ પ્રત્યેની લાગણી છે એવું હું માનું છું. અમદાવાદ શહેર મારું મોસાળ છે એવું કહેવા કરતા અમદાવાદ શહેર મારા મમ્મીનું પિયર છે એવું કહેવું મને વધારે ગમશે. કારણ કે મારા મમ્મી જ અમદાવાદના ના હોત તો કદાચ અમદાવાદ સાથે આટલો અંગત નાતો ના હોત. આમ તો મારી જન્મ ભૂમી પણ અમદાવાદ છે. અમદાવાદે મને નાનપણમાં રમાડેલો હોય એવું હું અનુંભવી શકુ છું.
બાળપણથી વાંચનનો શોખ કેળવેલો. વાર્તા, કવિતા મને વાંચવું બહું જ ગમતું. આજે આ વાંચનને કારણે જ હું આ પુસ્તક લખી શક્યો છુ.
આ પુસ્તકમાં મારા અનુભવોને વાચા આપી છે. ક્યાંક પ્રકૃતિ તો ક
બાળપણથી વાંચનનો શોખ કેળવેલો. વાર્તા, કવિતા મને વાંચવું બહું જ ગમતું. આજે આ વાંચનને કારણે જ હું આ પુસ્તક લખી શક્યો છુ.
આ પુસ્તકમાં મારા અનુભવોને વાચા આપી છે. ક્યાંક પ્રકૃતિ તો ક્યાંક માનવીની વેદનાં, ક્યાંક પ્રેમ તો ક્યાંક વિરહ, ક્યાંક મિત્રની મિત્રતાની તો ક્યાંક વીરની વીરતાની, ક્યાંક કૃષ્ણ અર્જુનની તો ક્યાંક રાધા કૃષ્ણની ગાથા મારી આ કાવ્યોમાં વહેતી મૂકી છે.
વિચાર તો ફક્ત એક થ્રીલર વાર્તા લખવાનો હતો. વાર્તાની શરૂઆત કરતી વખતે ફક્ત શીર્ષક અને થોડા આછા વિચારો જ મગજમાં હતા. વાર્તાની શરૂઆત તો થઈ ગઈ પણ પછી વિચાર આવ્યો કે હું જે આ વાર્તામાં
વિચાર તો ફક્ત એક થ્રીલર વાર્તા લખવાનો હતો. વાર્તાની શરૂઆત કરતી વખતે ફક્ત શીર્ષક અને થોડા આછા વિચારો જ મગજમાં હતા. વાર્તાની શરૂઆત તો થઈ ગઈ પણ પછી વિચાર આવ્યો કે હું જે આ વાર્તામાં કહેવા માગું છું એ થોડા શબ્દોમાં સીમિત નહિ થઈ શકે એટલે એને લઘુનવલનું સ્વરૂપ આપું. એમ પણ ગુજરાતી ભાષામાં જૂજ થ્રીલર લઘુનવલ છે. એક એક પ્રકરણ લખતો ગયો એમ એમ મારા વિધાર્થીઓ અને સાથી મિત્રોનો બહોળો પ્રતિભાવ મળતો ગયો. આ લઘુનવલને પુસ્તકનું સ્વરૂપ આપવાનો કોઈ વિચાર નહોતો પરંતુ મારા વડીલ સ્નેહી શ્રી દિલીપભાઇ ત્રિવેદીએ આને પુસ્તક સ્વરૂપ આપવાનું કહ્યું અને આજે આ લઘુનવલ એક પુસ્તક સ્વરૂપે તમારી સામે હાજર છે. સ્નેહીશ્રી દિલીપભાઇ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર.
રભોએ મારુ જ એક અલ્ટર ઇગો કહીં શકો છો. ભાવનગરનાં હોય અને ખાણી – પીણીનો શોખ ના હોય તે અશક્ય છે. રભા જેવા ખાણી – પીણીના ઘણા શોખીન મિત્રો મારે છે, એમની સાથે જેવા જેવા અનુભવો થયા એ પરથ
રભોએ મારુ જ એક અલ્ટર ઇગો કહીં શકો છો. ભાવનગરનાં હોય અને ખાણી – પીણીનો શોખ ના હોય તે અશક્ય છે. રભા જેવા ખાણી – પીણીના ઘણા શોખીન મિત્રો મારે છે, એમની સાથે જેવા જેવા અનુભવો થયા એ પરથી આ હાસ્ય લઘુનવલનો વિચાર આવ્યો. તંદુરસ્તી સાથે ખોરાક પણ જરૂરી છે પણ મારી એ ગેરેંટી છે કે આ લઘુનવલ વાંચતાં વાંચતાં તમે સત્તર પ્રકરણમાં આપેલી અલગ અલગ જગ્યાએ એક વખતતો પહોંચી જ જશો.
રભો આજે પણ મારી સાથે છે, જ્યારે એને આ પુસ્તક વિશે વાત કરી ત્યારે એ રાજીના રેડ થઈ ગયો અને પરાણે બચુભાઈ દૂધવાળાની કેસર રબડી લઈ આવ્યો. પહેલા પોતે પેટ ભરીને ખાધી અને પછી મને આગ્રહ કર્યો.
આશા છે કે રભાને વાંચતાં વાંચતાં આપને રભા સાથે એક ઋણાનુબંધ થઈ જાય અને તમે પણ રભાની જેમ હમેશાં ખાતા – પીતા રહો.
हर एक ईन्सान में दबी कहानी की जाँच पड़ताल करते रहने का मेरा स्वभाव रहा है। निर्दोष छोटे छोटे बच्चों को पढाने का कार्य करने का मौका बरसों से मुझे मिला है। तो ऊन बच्चों के भीतर दबी स
हर एक ईन्सान में दबी कहानी की जाँच पड़ताल करते रहने का मेरा स्वभाव रहा है। निर्दोष छोटे छोटे बच्चों को पढाने का कार्य करने का मौका बरसों से मुझे मिला है। तो ऊन बच्चों के भीतर दबी संवेदनाओं से नाता तो जुड़ ही जाना था, ये तो संभव बात थी। परिणामतः मेरे पास पढ रहे बच्चों के भीतर झाँकने के अवसर अनेको बार बनते रहते है। ऊन छात्रों में छुपी संवेदना न केवल कहानी बनकर रह जाती, बल्कि आपको जरुर अहेसास होगा कि ये संवेदन कहानी से भी उपर है। ऊन में से कुछ संवेदनाऍं ''रोल नंबर्स'' शीर्षक से यहाँ आप के सामने यथातत रखने की कोशिश की है।
ગુજરાતી સાહિત્ય માઈલો સુધીની દૂરી ધરાવતું સુંદર નજરાણું છે. Invincible નામના આ સહિયારા પુસ્તકમાં ૧૫ જેટલા સર્જકોએ પોતાના વિચારોને કંડાર્યા છે. પુસ્તક G&G પબ્લિકેશન દ્વારા સર્જાયું
ગુજરાતી સાહિત્ય માઈલો સુધીની દૂરી ધરાવતું સુંદર નજરાણું છે. Invincible નામના આ સહિયારા પુસ્તકમાં ૧૫ જેટલા સર્જકોએ પોતાના વિચારોને કંડાર્યા છે. પુસ્તક G&G પબ્લિકેશન દ્વારા સર્જાયું છે. વાર્તાઓ, કવિતાઓ, લેખ વગેરે સાહિત્ય પ્રકારોને સમાવનારા આ પુસ્તકમાં ઘણી મનોભાવનાઓ જીવંત છે.
લાગણી, દુઃખ, સમાજની પરિસ્થિતિઓ, કુદરતી સૌંદર્ય જેવા અઢળક વિષયો ઉપર તૈયાર કરવામાં આવેલી રચનાઓ આ પુસ્તકમાં સમાવિષ્ઠ છે. આશા છે આપ વાંચક ગણને આ સહિયારું પુસ્તક બહુ ગમશે.
મૂળે તો હું વાર્તાકાર જીવ, એટલે દરેક વ્યક્તિમાં છુપાયેલી વાર્તાને તપાસતા રહેવાનો સ્વભાવ ખરો. વળી ઘણાં વર્ષોથી નિખાલસ બાળકોને ભણાવવાનું કામ કરવા મળ્યું છે, તો બાળકોની અંદર છુપ
મૂળે તો હું વાર્તાકાર જીવ, એટલે દરેક વ્યક્તિમાં છુપાયેલી વાર્તાને તપાસતા રહેવાનો સ્વભાવ ખરો. વળી ઘણાં વર્ષોથી નિખાલસ બાળકોને ભણાવવાનું કામ કરવા મળ્યું છે, તો બાળકોની અંદર છુપાયેલી સંવેદનાઓમાં પણ સ્વાભાવિક રસ પડે જ.
પરિણામે મારી પાસે ભણતાં બાળકોની અંદર પણ મને કંઇક ને કંઇક નવું સંવેદન મળી જતું, જે વાર્તા જ નહીં પરંતુ વાર્તાથી પણ અદકેરું અનુભવાય. એ બધું તો આલેખવું શક્ય ન બને પણ એમાંના કેટલાંક સંવેદનો "રોલ નંબર્સ'' શીર્ષક હેઠળ અહીં આપની સમક્ષ નિખાલસ રીતે મૂકવા કોશિશ કરી છે.
-અજય ઓઝા
“સ્નેહાંશ” આ પુસ્તકમાં કેટ કેટલી હકીકતોને ખૂબ જ ઝીણવટભરી નજરથી સૂક્ષ્મ સ્વરૂપમાં ઉંડાણ પૂર્વક વર્ણવવા લેખિકાએ ખૂબ જહેમત ઉઠાવી છે. આજકાલ સમયનો અભાવ છે, લાંબુ વાંચવા લોકો
“સ્નેહાંશ” આ પુસ્તકમાં કેટ કેટલી હકીકતોને ખૂબ જ ઝીણવટભરી નજરથી સૂક્ષ્મ સ્વરૂપમાં ઉંડાણ પૂર્વક વર્ણવવા લેખિકાએ ખૂબ જહેમત ઉઠાવી છે. આજકાલ સમયનો અભાવ છે, લાંબુ વાંચવા લોકો ટેવાયેલા નથી ત્યારે લેખિકા દ્વારા આપવામાં આવેલું આ પુસ્તક એક આશીર્વાદ સમાન છે. “સ્નેહાંશ” નાં દરેક સુવિચારમાં હકીકતો વર્ણવી છે જે સામાન્ય રીતે મનુષ્ય જીવન સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલી જોવા મળશે.
પ્રેમ એક એવી લાગણીનો વરસાદ છે કે જેમાં દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ભીંજાયો જ છે. પ્રેમમાં મિલન છે, વિરહ છે, સુખ છે તો ક્યારેક દુ:ખ છે. પ્રેમમાં દરેક વ્યક્તિનો અલગ અલગ અભિપ્ર
પ્રેમ એક એવી લાગણીનો વરસાદ છે કે જેમાં દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ભીંજાયો જ છે. પ્રેમમાં મિલન છે, વિરહ છે, સુખ છે તો ક્યારેક દુ:ખ છે. પ્રેમમાં દરેક વ્યક્તિનો અલગ અલગ અભિપ્રાય છે. પ્રેમ એટલે રાધા કૃષ્ણની આરાધના અથવા તો એમ કહું કે પ્રેમ એટલે રાધાકૃષ્ણ. મારા ત્રણ સફળ પુસ્તકો બાદ એક વર્ષ સુધી ઘણી વાર્તાઓ લખી અને એમ ખાસ તો પ્રેમકથાઓ લખી. મારી પ્રેમકથાઓ દરેક ઉમરના લોકો માટે છે, આ વાર્તાસંગ્રહમાં કોઈને કશું શીખવવાનો પ્રયાસ નથી ફક્ત પ્રેમનો સુખદ અનુભવ છે. મારા પહેલાના ત્રણ પુસ્તકોને જે રીતે વાંચકોએ વધાવ્યા છે એમ જ આ મારુ ચોથું પુસ્તક અને મારો પ્રથમ વાર્તાસંગ્રહ દરેક વાંચકો વધાવશે એવી આશા છે.
वैसे देखा जाए तो हरएक कविता का एक मर्म होता है। कितने शब्द इसे भी होते है जो मन को स्पर्श कर जाते है। "स्पंदन" पुस्तक के अंदर भी मैंने मेरे मन के भावों को कविता के स्वरूप में रजू किय
वैसे देखा जाए तो हरएक कविता का एक मर्म होता है। कितने शब्द इसे भी होते है जो मन को स्पर्श कर जाते है। "स्पंदन" पुस्तक के अंदर भी मैंने मेरे मन के भावों को कविता के स्वरूप में रजू किया है। मेरे हृदय में जिस प्रकार के विचार और भावनाएं है उसी को मैंने मेरे इस पुस्तक के हरएक पन्ने पर उतारा है।
मैंने हरएक कविता अलग अलग विषय पे बनाई है। शायद कही पर मेरे विचार गलत हो तो मुझे माफ करना। मैंने मेरी कविताओं को सुंदर बनाने के लिए बहुत सारे कवियों की रचनाओं को ध्यान में लिया है। इन सारे कवियों का मैं दिल से शुक्रिया व्यक्त करना चाहती हूं।
Emotions and values; these two are the most important pillars in our lives. They make us the person we are. They trigger different thoughts; decide our reactions, responses and course of actions. This collection of mine; 'Story Spell', has 35 brilliant narratives, spun on similar lines. The book is filled with an amalgam of a variety of feelings; both positive and negative; happy and sad.
Although, all tales are figments of my imagination, they are s
Emotions and values; these two are the most important pillars in our lives. They make us the person we are. They trigger different thoughts; decide our reactions, responses and course of actions. This collection of mine; 'Story Spell', has 35 brilliant narratives, spun on similar lines. The book is filled with an amalgam of a variety of feelings; both positive and negative; happy and sad.
Although, all tales are figments of my imagination, they are still realistic. I've tried my best to keep them as authentic as possible, so that my readers can easily relate to the characters and their circumstances. Some will make you smile; others might see you shed a tear. Moreover, a few may give you food for thought. Nonetheless, I'm sure each one will touch your heart. Each story will hardly take some minutes to finish. But in those moments if you are able to live the life of the character along with him or her, then I've achieved my goal.
રૂપલ મહેતા (રુપ), તેમનો જન્મ અમદાવાદમાં (ગુજરાત) થયો. મુળ વતન ભાવનગર. પરિવાર તેમની પેહલી પ્રાયોરીટી. તેમણે બી.કોમ. ચાઈલ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટનો કોર્ષ કર્યો. શાળામાં પાંચ વર્ષ નો
રૂપલ મહેતા (રુપ), તેમનો જન્મ અમદાવાદમાં (ગુજરાત) થયો. મુળ વતન ભાવનગર. પરિવાર તેમની પેહલી પ્રાયોરીટી. તેમણે બી.કોમ. ચાઈલ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટનો કોર્ષ કર્યો. શાળામાં પાંચ વર્ષ નોકરી કરી. તેમને બાળકો સાથે ખુબ લગાવ એટલે ટ્યુશન ક્લાસ ચલાવી પંદર વર્ષ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું.
દીપ ગુર્જર દ્વારા સંપાદન પામેલું આ પુસ્તક “યથેચ્છ” સ્ત્રી શક્તિનું સામર્થ્ય કરે છે. આજે દુનિયાના હરએક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે સ્ત્રીત્વનું શોષણ થતું આપણે સૌ કોઈ શકીએ છી
દીપ ગુર્જર દ્વારા સંપાદન પામેલું આ પુસ્તક “યથેચ્છ” સ્ત્રી શક્તિનું સામર્થ્ય કરે છે. આજે દુનિયાના હરએક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે સ્ત્રીત્વનું શોષણ થતું આપણે સૌ કોઈ શકીએ છીએ. ૩૭ લેખિકાઓના મનના વિચારોનો સંગમ એટલે “યથેચ્છ” પુસ્તક, જેમાં લેખ, કવિતાઓ, વાર્તાઓ જેવા પ્રકારો સમાયેલા છે.
જો વાંચક અનુભવશે તો પુસ્તકમાં પ્રકાશિત દરેક લેખિકાઓ સાક્ષાત મા સરસ્વતી લાગશે. પુસ્તકના પાને પાને સુંદર અને લયસભર રચનાઓને સ્થાન મળ્યું છે.
સ્ત્રીત્વના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને “યથેચ્છ” પુસ્તકની રચના કરવાનો હું દીપ ગુર્જર આજે ગર્વ અનુભવું છું.
લાગણીઓ અને મૂલ્યો; આ બે આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે આપણને એ વ્યક્તિ બનાવે છે જે આપણે છીએ. તેઓ વિવિધ વિચારોને ઉત્તેજિત કરે છે, આપણી પ્રતિક્રિયાઓ, પ્રતિભાવો અને ક
લાગણીઓ અને મૂલ્યો; આ બે આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે આપણને એ વ્યક્તિ બનાવે છે જે આપણે છીએ. તેઓ વિવિધ વિચારોને ઉત્તેજિત કરે છે, આપણી પ્રતિક્રિયાઓ, પ્રતિભાવો અને ક્રિયાઓનો માર્ગ નક્કી કરે છે. મારુ આ સંગ્રહ; 'બહુરંગી ભાવનાઓ', જેમાં ૩૫ અદ્ભુત કથાઓ અને ૨૦ સુંદર કવિતાઓ, આ જ માન્યતા ઉપર આધારિત છે. તમને આ પુસ્તકમાં ઘણી બધી વિવિધ લાગણીઓનું મિશ્રણ જોવા મળશે.
જો કે બધી વાર્તાઓ મારી કલ્પનાની મૂર્તિઓ છે, તે છતાં તે વાસ્તવિક લોકો અને તેમની રેણી કેણીથી ઘણી સમીપ છે. મેં તેમને શક્ય તેટલું અધિકૃત રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, જેથી મારા વાચકો પાત્રો અને તેમના સંજોગો સાથે સહેલાઈથી સંબંધિત થઈ શકે. કેટલીક વાર્તાઓ તમને હસાવશે, અને ઘણી તમારી આંખ ભીની પણ કરી શકે છે. તદઉપરાંત, કેટલીક તમને વિચારવા માટે વિવશ કરી મુકશે. અને હેતભરેલી કવિતાઓ તમારા હૃદયને સ્પર્શી જશે. દરેક વાર્તા કે કવિતા વાંચવામાં ભાગ્યે જ થોડી મિનિટો લાગશે. પરંતુ તે ક્ષણોમાં જો તમને મારા શબ્દો સ્પર્શી જાય, તો હું માનીશ કે મારું લક્ષ્ય પૂર્ણ થયું
"વરસાદનું એક ઝાપટું" એક વયસ્ક યુગલને પોતાના જૂના દિવસોની યાદ અપાવે છે. તો "હિંમત" વાતમાં પોતાની શારીરિક ખામીને શરમજનક ગણતા યુવાવર્ગને સંકોચ વગર સમાજનો સામનો કરવાનું કહ્યું છે. "જ
"વરસાદનું એક ઝાપટું" એક વયસ્ક યુગલને પોતાના જૂના દિવસોની યાદ અપાવે છે. તો "હિંમત" વાતમાં પોતાની શારીરિક ખામીને શરમજનક ગણતા યુવાવર્ગને સંકોચ વગર સમાજનો સામનો કરવાનું કહ્યું છે. "જવાબો એક મેસેજના"માં એક જ વાતને કઈ રીતે જુદી જુદી વ્યક્તિઓ અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં વિચારે છે તે જણાવ્યું છે. "દરાર કોરોનાની"માં એક પત્નીના મનોભાવનું નિરૂપણ કર્યું છે. માનવ દ્વારા થતી પ્રભુને પ્રાર્થના હોય કે આજના બાળકોની દાદા-દાદી અને માતાપિતા સાથેની વાતો આપણા મનની બારી ખોલે છે.
બાળકોએ કરેલા પ્રશ્નો ખરે તો મારી પૌત્રી માહી અને પૌત્ર વ્યોમે કરેલા સવાલના જ જવાબ રૂપે છે. "ચાલને સખી" કવિતા મારી અંતરંગ સહેલીઓની ચાહનાનું રૂપ છે. "માની યાદ" અને "પપ્પા કાશ" કવિતા મારા માતા-પિતાની યાદને સમર્પિત છે. "અગ્નિશાખની હારે" લખતા મનોમસ્તિષ્ક્માં પતિદેવ છવાયેલા જ હોય.
શક્તિ "એક અનોખુ અસ્તિત્વ" એક સંપાદિત પુસ્તક છે કે જેમાં કુલ ૩૪ મહિલાઓએ ભાગ લીધો છે. તેઓએ પોતાની ઉત્તમ રચનાઓ એમાં આપીને આ પુસ્તકનું ગૌરવ વધાર્યું છે. એકથી એક ચડિયાતી કવિતાઓ અને વા
શક્તિ "એક અનોખુ અસ્તિત્વ" એક સંપાદિત પુસ્તક છે કે જેમાં કુલ ૩૪ મહિલાઓએ ભાગ લીધો છે. તેઓએ પોતાની ઉત્તમ રચનાઓ એમાં આપીને આ પુસ્તકનું ગૌરવ વધાર્યું છે. એકથી એક ચડિયાતી કવિતાઓ અને વાર્તાઓનું સંપુટ વાંચકોને આમા વાંચવા મળશે.
માતા - પિતા, મિત્ર, પ્રેમ, લાગણી, સમસ્યાઓ, ગમતી - અણગમતી બાબતો, દુ:ખ, સફળતા, આત્મસમ્માન, આત્મવિશ્વાસ, સ્ત્રી - સમસ્યાઓ અને એની શક્તિઓ જેવી ૫૪ હિન્દી અને ગુજરાતી કવિતાઓનો સંગ્રહ આ પુસ્
માતા - પિતા, મિત્ર, પ્રેમ, લાગણી, સમસ્યાઓ, ગમતી - અણગમતી બાબતો, દુ:ખ, સફળતા, આત્મસમ્માન, આત્મવિશ્વાસ, સ્ત્રી - સમસ્યાઓ અને એની શક્તિઓ જેવી ૫૪ હિન્દી અને ગુજરાતી કવિતાઓનો સંગ્રહ આ પુસ્તકમાં છે. કવિએ એના વિવિધ સારા - નરસા અનુભવોને આ પુસ્તકમાં સમાવવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો છે.
કોઈ ઘટનાને, કોઈ અનુભવને, કોઈ સમજને, કોઈ... ગમે તે શબ્દ લઈ લો, આ કોઈ ચીજ વસ્તુને હમણાં ફકરા સ્વરૂપે વર્ણવવાનું કહેવામાં આવે તો ઘડી ભરમાં વર્ણવી શકાય પરંતુ જો પદ્ય સ્વરૂપે તેને પ્રગટ
કોઈ ઘટનાને, કોઈ અનુભવને, કોઈ સમજને, કોઈ... ગમે તે શબ્દ લઈ લો, આ કોઈ ચીજ વસ્તુને હમણાં ફકરા સ્વરૂપે વર્ણવવાનું કહેવામાં આવે તો ઘડી ભરમાં વર્ણવી શકાય પરંતુ જો પદ્ય સ્વરૂપે તેને પ્રગટ કરવું હોય તો લય સાથે લડવું પડે. પ્રેમ, વિરહ, દર્દ, લાગણી, અનુભવો, સંબંધ, સમાજ વગેરે જેવા અઢળક મુદ્દાઓને આવરી લેતી લગભગ ૭૦ જેટલી અછાંદસ કવિતાઓ આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. પુસ્તકના રચયિતા અંજના વેગડા જેઓ એક ઉત્તમ શિક્ષક સાથે સાથે સાહિત્યકાર પણ છે જેઓ દ્વારા આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. કવયિત્રી શ્રી એ પોતાના મનના વિચારોના તરંગોને હૃદય ભાવ સાથે કાગળ ઉપર કંડાર્યા છે જેના પરિણામ સ્વરૂપે આ પુસ્તક આજે પ્રકાશિત થયું છે. લાગણી સભર રીતે લખેલું આ પુસ્તક લય અને પ્રાસની દૃષ્ટિએ સાહિત્ય જગતની ખૂબસૂરતી વધારી જાય છે.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.