બ્રહ્મજ્ઞાન જાણવું તે દરેક વ્યકિતનો અધિકાર છે. શાસ્ત્રોનું જ્ઞાન જાણવા ઘણા પુસ્તકો છે તેનો અભ્યાસ કરતાં વ્યકિત અનેક મુજવણો અનુભવે છે અને થાકી જાય છે.
આ પુસ્તકમાં બધા જ ઉપનિષદો અને તેમાં આવતા મુખ્ય વિષયોનો એક જ પુસ્તક દ્વારા સરળ ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. દરેક ઉપનિષદ્બે ટુંકમાં વર્ણન દ્વારા સંપૂર્ણ સમજ પડે તેવી રીતે તૈયાર કરવામાં આવેલ છે. જેથી એક જ પુસ્તકના અભ્યાસથી વ્યકિત બ્રહ્મવિદ્યાનો સંપૂર્ણ અભ્યાસ થોડા સમયમાં કરી શકે તે હેતુ છે.
હાલમાં લોકો પાસે સમયનો અભાવ હોવાથી અમે માનું છું કે આ પુસ્તક બહુ જ ઉપયોગી અને સફળ નીવડશે.