ભલે તમે બાળપણથી શાકાહારી છો, અથવા તમે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શાકાહારી આહારનું પાલન કરી રહ્યાં છો, અથવા તમે માંસાહારી છો, આ પોષણ માર્ગદર્શિકા તમારા માટે છે!
આજકાલ, ઘણા નવા આહાર પ્રકારો પ્રચલિત છે, જે વાસ્તવમાં હેલ્ધી આહારથી દૂર છે. તેઓ કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે કામચલાઉ ઉકેલ આપી શકે છે, પછી તે સ્થૂળતા, ડાયાબિટીસ અથવા અન્ય કોઈ રોગ હોય. પરંતુ હેલ્ધી જીવન જીવવા માટે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તેના વિશે તમારે જાણવું જોઈએ, ખોરાકનો વાસ્તવિક હેતુ શું છે અને તે ખરેખર કેટલા પોષક છે?
શાકાહારી આહાર તમને ઘણા રોગોથી બચાવી શકે છે. તદુપરાંત, શાકાહારી ખોરાક એ આપણી મોટાભાગની દૈનિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ છે.
ઈટ સો વ્હોટ! શાકાહાર ની શક્તિ માં તમે તમારા ભોજનને વૈજ્ઞાનિક અને વાસ્તવિક રીતે સમજી શકશો. તમે શીખી શકશો કે દરેક પોષક તત્વો શા માટે મહત્વપૂર્ણ છે. કેવી રીતે યોગ્ય પ્રકાર પસંદ કરવાથી તમને પોષક તત્વોમાંથી સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ મેળવવામાં મદદ મળી શકે છે. શાકાહારી હોવા પર એનિમિયા, વિટામિન B12 અને પ્રોટીનની ઉણપ થી બચવાના ઉપાયો શું છે?
આ પુસ્તક માં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ પણ છે. હવે હેલ્ધી ફૂડ ખાવા માટે સ્વાદમાં કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી.