“હું મારા પાપા નો વાઘ દિકરો” પુસ્તક એ એક કવિતાઓ નો સંગ્રહ કરતુ ગુજરાતી ભાષા માં રાજલ ઠક્કર નામની લેખિકા દ્વારા લખાયેલું પુસ્તક છે.
આ પુસ્તક રાજલ દ્વારા ગુજરાતી માં લખાયેલું પ્રથમ પુસ્તક છે જેમાં એક પિતા માટે દીકરીનો પ્રેમ , એક દીકરી ને પોતાના પિતા ના ગયા પછી પોતાના સપનાઓ પુરા કરવા માટે કરવું પડતું સંઘર્ષ તેમજ પિતા વગર ની ઝીંદગી કેવી હોય છે અને પિતા ની કમી થી ફક્ત દીકરી જ નહિ પરંતુ પુરા પરિવાર ની પરિસ્થિતિ કેવી થઇ જાય છે તેના વિશે રાજલ વાત કરે છે .
આ ફક્ત કોઈ એક ઘર ની વાત નથી પરંતુ જયારે કોઈ પણ ઘર માંથી કોઈ એક પણ વ્યક્તિ જતું રહે ત્યારે પરિવાર કઈ હદ સુધી તૂટે છે તે દર્શાવામાં આવ્યું છે.