ઇપ્સા ભાગ ૨ એ રાજીવની સમય યાત્રાના પરિણામે, રાજીવના મનમાં જન્મેલા અનેક સવાલોનાના જવાબ મેળવવા , રાજીવ ફરી બેગ્લોર આવે છે ત્યારબાદની કહાની છે. આ દરમિયાન ડોકટર રાઘવાચાર્ય દ્વારા સમય યંત્રનો ઉપયોગ કરીને રાજીવના અનેક રહસ્યોને છુપાવેલા છે અને સમયના ચક્રોમાંથી દૂર કરેલા છે તે વાત રાજીવ ખબર પડે છે. આ રહસ્યો ઉજાગર થતા તેની સાથે કામ કરી રહેલા સહકર્મી મિત્રો ના પણ પૂર્વ જન્મના રહસ્યો સામે આવે છે.
સમય યાત્રા દરમિયાન ઈસ્વીસન ૧૮૨૯ થી ૧૯૩૦ ના સમય દરમિયાન બનેલી આઝાદીની ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃતિઓના વાસ્તવિક પાત્રોને રાજીવ અને તેના મિત્રોના કાલ્પનિક પાત્ર સાથે સાંકળીને ભારતમાં ક્રાતિની લહેર દરસાવવાનો પ્રયાસ પણ કર્યો છે. મહારાજા સયાજીરાવ, અરવિંદ ઘોષ , ભગવતી ચારણ વોહરા અને દુર્ગાવતી દેવીને પણ કાલ્પનિક રીતે કહાનીમાં સાંકળેલા છે.
આ ઉપરાંત આ કહાનીમાં મિત્રતા, મિત્રો માટે બલીદાન , પતિ -પત્ની નો પ્રેમ,રાષ્ટ્ર પ્રેમ, પ્રણય-વિરહ પણ જોવા મળે છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners