‘કોણ સ્વામી અને કોણ નારાયણ?’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મના સ્વરૂપ અને તેના આરાધ્ય દેવો વિરુદ્ધ કરાયેલા ષડયંત્રને ઉજાગર કરે છે. અને એ ષડયંત્ર ઉજાગર થાય છે ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓની જાગૃતિથી છેડાયેલા એક આંદોલન વડે. વનમાં ફરતા માનવો જેવા સામાન્ય અને ગુમનામ વા-નરો જ આખરે ધર્મ માટે કેવી રીતે શક્તિશાળી રાવણોની લંકા સામે ભિડાય છે, એ તથ્યને આ કથા ફરી એકવાર માનવ સમાજ સામે સાબિત કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners