મહેશ દવેનો આ નાટ્ય સંગ્રહમાં કુલ ૭ એકાંકીઓ છે. આ એકાંકીઓને ગુજરાતી સાહિત્યના મહત્વના સંપાદનોમાં સ્થાન મળ્યું છે. આ એકાંકીઓ માત્ર કળા સ્વરૂપ, રચના રીતી કે ભાષા બાબતેજ નહી પણ જીવન , જગત અને કલા વિષયક ખ્યાલનેય નવી દ્રષ્ટીએ જોવા ફરજ પાડે છે.
પ્રોફેસર મહેશ બાલાશંકર દવે જન્મ તારીખ ૦૧-૦૮-૧૯૩૫, વતન રાજપુર તાલુકો કડી, જન્મ સ્થળ વાવોલ, ગાંધીનગર. તેઓએ મહારાજા સયાજીરાઓ ગાયકવાડ યુનિવર્સીટી, વડોદરા માંથી સુરેશ જોશી જેવા ગુરુજન પાસેથી ગુજરાતી સાહિત્ય તેમજ વિશ્વ સાહિત્યનું શિક્ષણ મેળવ્યું અને એમ.એ થયા. અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઘણા વર્ષો અધ્યાપન કરાવ્યું અને ૧૯૯૫માં તેઓ નિવૃત થયા. તેઓશ્રીએ "મને દ્રશ્યો દેખાય છે" તે એકાંકી સંગ્રહ, "મુકાબલો" અને "વહેતુ આકાશ" નામે વાર્તા સંગ્રહ અને "બીજો સૂર્ય" કાવ્ય સંગ્રહ લખ્યા અને તે ઘ્વારા ગુજરાતી સાહિત્ય પ્રવાહમાં અસ્તિત્વવાદ, ક્યુબિઝમ (cubism ) અને absurd ની ટેક્નિકને વિશિષ્ટરૂપે પ્રયોજીને અભિભાવકોને એક નવો જ રસથાળ પિરસ્યો. "વહેતુ આકાશ" વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનું અને "મને દ્રશ્યો દેખાય છે" એકાંકીને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. તેઓશ્રી અત્યારે ૩૭, સાબરમતી સોસાયટી, ધર્મનગર,સાબરમતી, અમદાવાદ ખાતે નિવૃત જીવન ભારતીય સંગીત શ્રવણ ઘ્વારા તેમજ વાંચન અને યોગ જેવી પ્રવુતિ ઘ્વારા પસાર કરે છે.