આ પુસ્તકમાં સમાજ-કુટુંબ વ્યવસ્થા અને લગ્ન સંસ્થાને તોડતા કુસંસ્કારોને નાથવાનો ભરચક્ર નમ્ર પ્રયાસ કરેલો છે, તો બીજી બાજુએ નવજાત શિશુઓને ત્યજી દેવાની ઘટનાઓ પણ સામાજિક દૂષણમાં વધારો કરે છે. આજે અનાથાશ્રમો આવા અનૌરસ બાળકોથી ઉભરાવા લાગ્યા છે.
એટલે લેખકનો નમ્ર પ્રયાસ દત્તકપ્રથાને પ્રોત્સાહિત કરવાનો પણ રહ્યો છે. લોકો સુધી આ મેસેજ પહોંચાડવામાં પણ જો મારું આ પુસ્તક સહાયરૂપ નીવડશે તો હું ઈશ્વરનો આભાર માનીશ.