હું હર્ષા દલવાડી તનુ જામનગર શહેરથી .મને બચપણથી માયોપેથી નામની બીમારી છે અને આ બીમારી એ મારી શારીરિક શક્તિ છીનવી લીધી છે પરંતુ માનસિક સ્થિતિ નહીં. મેં અત્યાર સુધીમાં સહ લેખિકા તરીકે 19 પુસ્તકમાં ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં લખ્યું છે, સંપાદક તરીકે મારી બે બુક સહિયારી છે ઓહ! આ રિવાજો, બીજી સંબંધોના સરનામાં પ્રકાશિત થયેલ છે અને એક મારી સોલો બુક આત્મ દર્પણ મનનો અરીસો પ્રકાશિત થયેલ છે અને આ મારી બીજી બુક ટૂંકી વાર્તાઓ(સમજણ)છે