આ પુસ્તક માં વિવિધ મહિનામાં આવતા મહત્વ ના ઉજવાતા દિવસો અને તેનો ઇતિહાસ અને તેનું મહત્વ સમજાવાનો લેખકે પ્રયત્ન કર્યો છે .આ માટે લેખકે વિવિધ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કર્યો છે , જેની ખાસ નોંધ લેજો .
૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક .તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના , હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ , જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ , ઓજસ , ઈ વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા છે