ઇપ્સા પુસ્તક સાઇન્સ ફિક્શન છે . જેમાં એક સિક્રેટ પ્રોજેક્ટ “ઇપ્સા “ અંતર્ગત ટાઇમ મશીન બનાવવામાં આવી રહ્યું છે. આ કહાનીમાં મુખ્ય પાત્ર તરીકે ડોક્ટર રાઘવ આચાર્ય , વિદ્યાર્થી વૈજ્ઞાનિક રાજીવ અને તેના બે મિત્રો ચિત્રા અને વિજય મુખ્ય છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહેલા અન્ય વૈજ્ઞાનિક સહકર્મીઓ જેમાં ડોક્ટર સતીશ, શ્યામા, વિશાલ, હેમાંગી અને હેતલ ગૌણ પાત્ર તરીકે મહત્વના છે. ડોક્ટર રાઘવ આચાર્ય અને રાજીવ દ્વારા ટાઇમ મશીન બનાવ્યા બાદ, રાજીવ દ્વારા સમય યાત્રા કરવામાં આવે છે. આ દરમિયાન રાજીવને તેના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા અનેક રહસ્યો ઉજાગર થાય છે. જેની અસરરૂપે તેનું વર્તમાન જીવન પણ બદલાવા લાગે છે. અન્ય પાત્રો જેવા કે ડોક્ટર સતીશના વૈજ્ઞાનિક જીવન દરમિયાન ઘટનારી વિવિધ ઘટનાઓના અનુભવના આધારે સમજાયેલ જીવનમાં સમયનું મહત્વનું વણર્ન પણ જોવા મળે છે.
આ પુસ્તકમાં ટાઈમ મશીન દ્વારા સમયયાત્રા દરમિયાન ૧૩મી સદી દરમિયાન સમાજમાં રહેલા દુષણો અને કુરિવાજો અને સમાજની સ્થિતિનું વર્ણન પણ છે.આ ઉપરાંત ભારતના ઇતિહાસમાં બનેલ અમુક વાસ્તવિક ઘટનાઓને કલ્પના વડે સમયત્રા યાત્રા સાથે જોડવામાં આવી છે.
ઇપ્સા પુસ્તકના ભાગ-૧ માં તમને મુખ્ય પાત્ર રાજીવ અને અન્ય પાત્ર સાથે સંકળાયેલ સમય યાત્રા દરમિયાન મિત્રતા,પ્રેમ-પ્રણેય , વિરહ, વૈજ્ઞાનિકોના સંઘર્ષ, ઇતિહાસ ,તત્વજ્ઞાનના સિદ્ધાંતો અને અમુક રહસ્યોની ઝાંખી જોવા મળશે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners