જીંદગી એ ભગવાને આપેલી અણમોલ ભેટ છે. જીંદગીની આ માયાજાળ ક્યાંક સોનાના તાર છે તો ક્યાંક સંઘર્ષની કાંટાળી વાડ છે. જીવનને જીવવા કે પોતાનો ધ્યેય સિધ્ધ કરવા એક માણસ જીંદગી સાથે કઈ રીતે પોતાનો તાલમેલ સાધે છે એવી સચોટ તાદ્રશ દ્રશ્ય નજર સામે ખડું થાય એવી ઘટના પિના બહેને અહીં રજૂ કરી છે.
માણસ જીવનને સંઘર્ષ સાથે જીવે છે અને જીવી પણ જાય છે. કોઈ મનોબળથી સાહસ કરીને જીવનને ઉત્તમ કક્ષાએ પહોંચે છે. જીવનમાં હર કોઈ સફળ થાય કે ન થાય પણ જીવનને જીવી તો બતાવે જ છે.