વાંચકોના હ્રદય ને સ્પર્શી જાય એવી મારી " પ્રકૃતિ પ્રત્યેની લાગણી , ભાવનાઓં , સ્વેત અંબરને , ઇન્દ્રધનુષ થી , આંબી જાય એવી ભાવના વ્યક્ત કરું છું , ખળ ખળ વહેતાં ઝરણાં ઉગમણી દિશા એ ઉગતો સૂરજ , નદીયુંના મીઠાં જળ , લીલીછમ ધરા , અને રણિયામળી વનરાજી , પશું - પક્ષી આ દરેક મનુષ્ય ના જીવનનો ધબકાર છેઃ પ્રકૃતિ ના સ્પર્શ , વગરનું જીવન ગળાડૂબ અંધકાર જેવું છેઃ મનુષ્ય પ્રકૃતિનાં સાનિધ્યમાં વ્યતીત કરે છેઃ એનું જીવન હરપળ ફોરમ થી મહેકતું રહે છેઃ સૌ કોઈ જીવન નાં રંગ મંચ પર નવાં નવાં કિરદાર નિભાવવા મશગુલ છેઃ બસ નક્કી પોતે કરવાનું છેઃ મિત્રો , કયો કિરદાર પોતાનાં જીવન માટે અફલાતૂન છેઃ