Share this book with your friends

Megh Dhanush Na Rango / મેઘ ધનુષનાં રંગો

Author Name: Narendra Trivedi | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે. 

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

નરેન્દ્ર ત્રિવેદી

હું, જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી શાળા કક્ષાએ હસ્તલિખિત સામયિક અંકો પ્રસિદ્ધ થતાં તેમાં ગદ્ય પદ્યમાં લેખ/કવિતા લખવાની શરૂઆત કરેલી. મને શાળામાંથી ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. મેં કોલેજ કક્ષાએ પણ થોડુંક યોગદાન આપેલ. જીવનનો ટર્નિંગ પોઇન્ટ મારી જીવન સંગીનીના મેળાપથી આવ્યો અને તેજ કેન્દ્ર સ્થાને રહીને મારું લેખન અને કવિતા ખીલતી ચાલી. લગ્ન પછી ૧૯૭૮થી મારી જીવનસંગીની સુશ્રી જિજ્ઞા મને પ્રોત્સાહન અને પ્રેરણા આપતી રહી છે. હું, કવિતા/લેખો/વાર્તા સૌ પ્રથમ જિજ્ઞાને બતાવું છું, જે ભાવકની રીતે એનું દર્શન કરી ચર્ચા કરે છે... નિવૃત્તિ આસપાસ સામાજિક વ્યવહારિક પ્રસંગોને કારણે સર્જનમાં વિરામ પડ્યો હતો. ફરીથી તાજેતરમાં “વિસ્મય” “સૃજન” અને “ગુજરાતી મેળો” વગેરે ગ્રૂપની સર્જનાત્મકતા પ્રવૃત્તિ જોઈ, મિત્રોના આગ્રહથી ફરીથી કવિતા અને વાર્તાઓનું લેખન શરૂ કર્યું. હાલના તબક્કે હું પ્રતિલિપિ ઉપર સક્રિય છું. પ્રતિલિપિ ઉપર 760+ પોસ્ટ, પોસ્ટ કરી છે અને 12700+ લોકોએ વાંચીને પ્રતિભાવો આપ્યા છે. અને પ્રતિલિપિનું રેટિંગ 4.92 છે.

Read More...

Achievements

+9 more
View All