એમ તો અત્યારની ન્યૂ જનરેશનની લવ સ્ટોરીની શરૂઆત કા તો કોલેજમાં, કા તો રેલવે સ્ટેશન પર નહીં તો બસ સ્ટોપ પર શરું થાય છે, પણ મારી સ્ટોરી જરા હટકે છે એવી કોઈ ઘટના મારા જોડે નથી બની જે બીજાઓની લવ સ્ટોરીમાં બને છે.
મારી સ્ટોરી ના તો કોલેજ માં શરૂ થઈ ના તો રેલવે સ્ટેશન પર ના તો બસ સ્ટોપ પર. મારી સ્ટોરી કોઈ બીજાની દેન છે. મારા ભાઈ તેજસની, મારી ફોઈનો છોકરો શૈતાન, મસ્તીખોર, હંમેશા રમુજ કરવા વાળો. એનાં પપ્પાનાં હોવાના કારણે અમે એને વધારે લાડ અને પ્રેમ આપી રાખ્યો હતો.
આ સ્ટોરી એક સામાન્ય માણસ માટે એક સંદેશ છે, કે દર વ્યક્તિનાં જીવનમાં એક એવો સમય આવે છે કે શું કરવું અને શું નાં કરવું એ વિચારવા માણસ મજબૂર થઈ જાય છે, અને એક સામાન્ય વ્યક્તિ એવા સમયે શું નિર્ણય લે છે અને ખરેખર શું નિર્ણય લેવો જોઈએ તે અહિયાં દર્શાવ્યું છે એ તો તમે વાંચશો એટલે તમને અંદાજ આવી જશે.
મારી આ નોઁવેંલ બુક મારા જીવન ની સાચી ઘટના પર આધારિત છે, કદાચ હું ગલત પણ હોઇ શકું અને એ પણ સાચી હોઈ શકે. કા તો હું સાચો હોઈ શકું અને એ ગલત હોય. આ અસમંજસનાં કારણે મેં આ બુક લખી છે. હવે તમારાં અભિપ્રાયમા જ મારો જવાબ છુપાયેલો છે.
પ્રેમ શું છે ? કેવી રીતે થાય છે ? કેમ થાય છે ? કયાં કારણે થાય છે ? પ્રેમ બધાના નસીબમાં કેમ નથી હોતો ? એમ તો દરેક વ્યક્તિનાં અલગ અલગ જવાબ અને અલગ અલગ અભિપ્રાય હોય છે. જો તમે આ સ્ટોરીને તમે પહેલાથી છેલ્લાં સુધી આખી વાંચશો તો તમને આ બાધા સવાલો નો જવાબ મળી જશે અને એ સવાલોનાં જવાબ પણ મળી જશે જે સવાલ સામાન્ય પ્રેમીઓમા ઊભા થાય છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners