શિયાળો એટલે શક્તિ સંચયનો સમય. આખાય વર્ષ માટે જોઈતી શક્તિ એકઠી કરી લેવાની તક. જે જમીએ તે પચી જાય. ભૂખ ઉઘડતી રહે. પૌષ્ટિક વાનગીઓ ખાતા રહીએ તો તંદુરસ્તીને ફાયદો થતો રહે. બહારની ઠંડીની સામે રક્ષણ મેળવવા શરીરમાં વધુ કેલરીની જરૂરિયાત ઉભી થાય. શિયાળો એટલે 'હાઈ કેલરી ડાયેટ' ના આયોજનનો સમય. આવા સમયપર આપણે લો કેલરી વસાણાંની વાત કરીએ તો કેટલું અજીબ લાગે. ખરું ને ? પરંતુ બીજી પ્રકારથી વિચાર કરીએતો ઓબેસિટી ધરાવનારને લો કેલરી વસાણાંનો વિચાર કર્યા વગર છૂટકોજ નથી. અને આજકાલ તો લો કેલરી ડાયેટનું ચલણ ખુબ વધ્યું છે. આ પુસ્તકમાં લો કેલરી વસાણાંની રેસિપી મેં ઘણી સારી રીતે વર્ણવી છે. જેથી આપ સૌ લો કેલરી વસાણાનું આયોજન કરી આરોગ્યપ્રદ વસાણાંની મજા પણ માણી શકો.