Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalAnkit Chaudhary is a fiction writer best known for writing kartvy - Ek balidan novel and it is a His debut novel, made a really good reading circle on online plateform. His pen named 'shiv' and author from Unjha, Gujarat. His father is a farmer and mother is a housewife. His book's name kartvy - ek balidan, Tarangini sameepe, kalo - The noor of Kulbhata etc. He is a writer, influencer, voice over artist, host and graphics designer. He is completed his master's degree in English literature from Hemchandracharya North Gujarat University - Patan. He wants to make something different from other Read More...
Ankit Chaudhary is a fiction writer best known for writing kartvy - Ek balidan novel and it is a His debut novel, made a really good reading circle on online plateform. His pen named 'shiv' and author from Unjha, Gujarat. His father is a farmer and mother is a housewife. His book's name kartvy - ek balidan, Tarangini sameepe, kalo - The noor of Kulbhata etc.
He is a writer, influencer, voice over artist, host and graphics designer. He is completed his master's degree in English literature from Hemchandracharya North Gujarat University - Patan. He wants to make something different from other writers for Gujarati literature & Gujarati cinema. He believe in hardwork and fully dedication to the nation.
Read Less...
કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજ
કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે.
કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા ‘ખુદ્દારી’માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. ‘કેસરિયા’ વાર્તામાં વીરસંગ સિંહની એક તરફા પ્રેમની કહાની અને પોતાની પત્ની કેસરીના મૃત્યુ પછી તેની સાથે જીવવાની રીત શોધી કાઢી છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની પત્નીની બબાલ સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે કેસરિયો તેની પત્નીને તેના નામમાં જીવતી રાખવા તૈયાર થયો છે. આ વાર્તામાં વીરસંગ સિંહને તેની પત્ની કેસરીના ગયા પછી, આખું ગામ કેસરિયા નામેથી બોલાવતું થયું છે.
આ વાર્તા સંગ્રહની અંદર સમાવેશ વાર્તાઓ માનવીનાં જીવનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સમજદારી, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા જિંદગીને ખરેખરમાં રંગીન કઈ રીતે બનાવવી તેના વિશે જણાવે છે. આ વાર્તાસંગ્રહની અંદર સમાવેશ તમામ વાર્તાઓ તમારા દિલને સ્પર્શી જશે એની મને ખાતરી છે. જય હિંદ.
કાલો - ધ નૂર ઓફ કુલભાટા નવલકથા રાજસ્થાનના રણમાં વસેલા કુલભાટા ગામની છે, જ્યાં કાલો નામની ખૂબજ ભયાનક ડાકણ થઈ ગઈ, તેની વાસ્તવિકતાની જુબાની આ કહાની છે. નવલકથાની શરૂઆત કાલો નામની ડાક
કાલો - ધ નૂર ઓફ કુલભાટા નવલકથા રાજસ્થાનના રણમાં વસેલા કુલભાટા ગામની છે, જ્યાં કાલો નામની ખૂબજ ભયાનક ડાકણ થઈ ગઈ, તેની વાસ્તવિકતાની જુબાની આ કહાની છે. નવલકથાની શરૂઆત કાલો નામની ડાકણ દ્વારા જે કુંવારી કન્યાઓની બલી ચડાવવામાં આવતી હતી, ત્યાંથી લઈને કરવામાં આવી છે. ત્યારબાદ તાંત્રિક દ્વારા આ ડાકણને મારીને કેદ કરવામાં આવે છે પણ અમુક સમય બાદ ગામનો એક યુવાન આ ડાકણને ફરી આઝાદ કરી દે છે. ત્યારબાદ કાલો ડાકણ તે યુવાનને વશમાં કરીને ગામમાં તેનો આતંક ફેલાવે છે. ત્યાંથી વાર્તા પાછી ભૂતકાળમાં જાય છે અને કાલો ડાકણ બનેલી ચંદાના જન્મથી લઈને ડાકણ બની ત્યાં સુધીના સફરની સેર કરાવે છે. ત્યારબાદ ફરી વાર્તા ત્યાં આવે છે જ્યાંથી ગામનો યુવાન રુહાન કાલો ડાકણના વશમાં થયો હતો. કાલો ડાકણ અંતમાં એક યુવતીની બલી આપી રુહાન સાથે લગ્ન કરવા માગતી હતી પણ ગામના એક માણસને કાલોની વાસ્તવિકતા ખબર પડી જાય છે અને તે રુહાનને કાલો ડાકણની હકીકતથી વાકેફ કરે છે. ત્યારબાદ એક ચાલ રમવામાં આવે છે અને કાલો ડાકણને હંમેશાં હંમેશાં માટે કુલભાટાગામની અંદર કેદ કરી દેવામાં આવે છે.
કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસ
કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા સમયમાં કોઈ એવું હશે કે નહિ, એ તો એક પ્રશ્ન છે. પણ બીજાની ખુશીઓમાં પોતાની ખુશી અને બીજાના દુઃખમાં દુઃખી થનારી, અંતે પોતાના માન સન્માન ખાતર આત્મનિર્ભર બનનારી નારી વિશે જાણવું રસપ્રદ રહેશે...
આ વાતની શરૂઆત થાય છે મુંબઈની એક બદનામ ગલીથી, જેની માલકીન છે ગહેના બાનું ઉર્ફ ગુડિયા બાનું! જેની બદનામ ગલીમાં એક સોળ વર્ષની માસૂમ મેધાને એના જ પતિ દ્વારા વેચવામાં આવી હતી. મેધા પહેલાં તો આ વિશે નોહતી જાણતી પણ એનો પહેલો સોદો કરવામાં આવ્યો ત્યારે એને સમજાયું કે એને વેચવામાં આવી હતી. માસૂમ મન અને કુમળું જીસ્મ એકદમ લજ્જિત થઈ ઉઠયું! માત્ર સોળ વર્ષની ઉંમરમાં પહેલી વખત ખુદની નજરમાં પોતાની જ ઇજ્જતને દાવ ઉપર લાગતાં જોઈ! પણ મેધાએ જેમ તેમ કરીને પોતાની જાતને સાચવી લીધી અને એનું આ કર્તવ્ય નિભાવવા માટે પણ એ તૈયાર થઈ ગઈ...
નમસ્કાર! ઊભરતા સાહિત્યકાર અંકિત ચૌધરી “શિવ” અને સંજય શિયાદ “ફના” દ્વારા ઊભરતા કવિઓને ધ્યાનમાં રાખી એક કાવ્ય સંગ્રહ બનાવવાનું વિચાર્યું હતું અને આજે એ વિચાર ”અંતરનાદ&rdq
નમસ્કાર! ઊભરતા સાહિત્યકાર અંકિત ચૌધરી “શિવ” અને સંજય શિયાદ “ફના” દ્વારા ઊભરતા કવિઓને ધ્યાનમાં રાખી એક કાવ્ય સંગ્રહ બનાવવાનું વિચાર્યું હતું અને આજે એ વિચાર ”અંતરનાદ” કાવ્ય સંગ્રહ નામે પ્રકાશિત થઈ રહ્યો છે. જેમાં અનેક કવિઓએ તેમની સ્વરચિત કૃતિ આપીને આ કાવ્ય સંગ્રહ પૂર્ણ કરવામાં યોગદાન આપ્યું છે. આ કાવ્ય સંગ્રહમાં કાવ્ય, ગઝલ, ગીત, ભક્તિ ગીત, મુક્તક અને હાઈકુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વશીકરણ _ પ્રેમ કથા એક એવી છોકરીની વાર્તા છે, જેની ઉપર પોતાની જ સહેલી વશીકરણ કરાવે છે. વશીકરણ ચાલતા ઝોયાની જિંદગી જુલિયટ નામની જાદુગરની થી જોડાઈ જાય છે. જે ઝોયાની જિંદગીમાં ખૂબ જ ઉ
વશીકરણ _ પ્રેમ કથા એક એવી છોકરીની વાર્તા છે, જેની ઉપર પોતાની જ સહેલી વશીકરણ કરાવે છે. વશીકરણ ચાલતા ઝોયાની જિંદગી જુલિયટ નામની જાદુગરની થી જોડાઈ જાય છે. જે ઝોયાની જિંદગીમાં ખૂબ જ ઉઠલ પાથલ મચાવે છે. ઝોયાના માતા પિતા આ વાતથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા હોય છે, જેને લીધે તે છેલ્લે એક તાંત્રિકનો સહારો લે છે. તાંત્રિક ઝોયાને જુલિયટ અને આ વશીકરણની કેદમાંથી આઝાદ કરાવે છે.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.