Share this book with your friends

Shresth Gujarati Bal Vartao / શ્રેષ્ઠ ગુજરાતી બાળ વાર્તાઓ

Author Name: Shailesh Rathod | Format: Hardcover | Genre : Children & Young Adult | Other Details

શૈલેષ રાઠોડ લિખિત
“શ્રેષ્ઠ ગુજરાતી બાળ વાર્તાઓ”**

આજના મોબાઇલ, ગેમ્સ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકોને સાચી દિશા આપતું સાહિત્ય બહુ ઓછું લખાય છે. એવા સમયમાં શૈલેષ રાઠોડ (અભિધેય) દ્વારા લખાયેલું “શ્રેષ્ઠ ગુજરાતી બાળ વાર્તાઓ” પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી, પરંતુ બાળકોના સંસ્કાર, વિચારશક્તિ અને જીવનમૂલ્યોનું ઘડતર કરતું એક માર્ગદર્શક ગ્રંથ છે.

આ પુસ્તકની દરેક વાર્તા સરળ ભાષામાં લખાયેલી છે, પરંતુ તેનો સંદેશ ઊંડો છે. ઈમાનદારી, મહેનત, સત્ય, મિત્રતા, કરુણા, આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને માનવતાના મૂલ્યો વાર્તાઓ દ્વારા બાળકોના હૃદય સુધી પહોંચે છે. વાર્તાઓ એવી રીતે રચાયેલી છે કે બાળક રસપૂર્વક વાંચે અને અજાણતાં જ જીવનના મહત્વના પાઠ શીખી જાય.

શૈલેષ રાઠોડનો બાળકો સાથેનો લાંબો શૈક્ષણિક અને સામાજિક અનુભવ આ વાર્તાઓમાં સ્પષ્ટ ઝળહળે છે. શિક્ષક, માતા-પિતા અને માર્ગદર્શકો માટે આ પુસ્તક બાળકોને વાંચવા માટે નિર્ભયતાપૂર્વક આપી શકાય એવું વિશ્વસનીય સાહિત્ય છે.

આ પુસ્તક ખાસ કરીને
✔️ 1 થી 15 વર્ષની વયના બાળકો માટે
✔️ શાળાઓ, લાઇબ્રેરીઓ અને ઇનામ વિતરણ માટે
✔️ માતા-પિતા માટે શ્રેષ્ઠ ભેટ તરીકે
✔️ સંસ્કારપૂર્ણ ગુજરાતી સાહિત્યના પ્રેમીઓ માટે
અત્યંત ઉપયોગી છે.

“શ્રેષ્ઠ ગુજરાતી બાળ વાર્તાઓ” એ એવું પુસ્તક છે, જે એકવાર નહીં પરંતુ વારંવાર વાંચવાનું મન થાય. બાળક માટે મનોરંજન, માતા-પિતા માટે સંતોષ અને શિક્ષક માટે વિશ્વાસ — ત્રણેયનું સુમેળ આ પુસ્તકમાં જોવા મળે છે.

Read More...
Hardcover

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Hardcover 359

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

શૈલેષ રાઠોડ

શૈલેષ રાઠોડ સાહિત્ય જગતમાં “અભિધેય” ઉપનામથી સુપ્રસિદ્ધ છે. તેઓ હાલમાં ભારતની વિવિધ શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં તાલીમકાર, કાઉન્સેલર અને માર્ગદર્શક તરીકે સક્રિય રીતે સેવારત છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને લાંબો અને સમૃદ્ધ અનુભવ છે. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નયા પડકાર અને અભિયાન મેગેઝિન જેવા પ્રતિષ્ઠિત અખબારો તથા સામયિકોમાં તેમણે સિનિયર જર્નાલિસ્ટ તરીકે કામગીરી બજાવી છે.

શૈલેષ રાઠોડ એક પ્રતિભાશાળી અને સંવેદનશીલ લેખક છે. તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર”ના સંપાદક તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. ભારતનો શ્રેષ્ઠ “ઇન્ડિયન એજ્યુકેશન” એવોર્ડ, રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્યપાલ પારિતોષિક, તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે મળેલ “ઓપન પેજ” એવોર્ડ તેમના કાર્યની વિશિષ્ટ ઓળખ છે. ઉપરાંત, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દ્વારા સન્માનિત થવા ઉપરાંત વર્ષ 2026માં રાજ્યનો “સાહિત્ય સાધના એવોર્ડ” શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને પદ્મશ્રી રતિલાલ બોરીસાગના વરદહસ્તે તેમને એનાયત થયો છે.

તેમણે અત્યાર સુધી 52 જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં બાળકો, યુવાનો અને સમાજ માટે માર્ગદર્શક સાહિત્ય વિશેષ સ્થાન ધરાવે છે. તેમના કેટલાંક પુસ્તકોનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. યુટ્યુબ ચેનલ મારફતે તેઓ સમાજ અને બાળકોને નવી દિશા અને નવી રાહ બતાવવાનું કાર્ય સતત કરી રહ્યા છે.

શૈલેષ રાઠોડ માને છે કે, “એવોર્ડ માત્ર કબાટમાં મૂકવા માટે નથી મળતા, પરંતુ જીવનમાં ઉતારીને જીવવા માટે એનાયત થાય છે.”
આ વિચારધારા તેમના સમગ્ર સાહિત્ય અને કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.

Read More...

Achievements

+6 more
View All