"અંશુનાદ" દિનવિશેષ કાવ્યસંગ્રહ છે, જેમાં સમાવેશ 75 કાવ્યો વર્ષમાં આવતા અલગ અલગ દિવસ પર લખાયેલા છે. આ કાવ્યસંગ્રહની અંદર સમાવેશ તમામ કાવ્યોની અંદર દિનવિશેષ માહિતી આપવામાં આવી છે, જે આ બુકબે શ્રેષ્ઠ બનાવે છે.
મારો જન્મ ચલાલા, અમરેલીમાં થયો હતો. મારા પિતાનું નામ પ્રાગજીભાઈ હિરપરા અને માતાનું નામ સવિતાબહેન છે. મેં B.Sc. Micro.D.M.L.T. માં અભ્યાસ કર્યો છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહી છું. થોડા સમય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - વાંકિયા, જીલ્લો- અમરેલીમાં લેબ. ટેકનિશિયન તરીકે સેવા આપેલી છે. હાલ સફળ ગૃહિણી તરીકે ફરજ બજાવી રહી છું. મારા પતિ રજનીકાંત ભંડેરી અમદાવાદની અંદર ભારતની પ્રખ્યાત સંસ્થા ઈસરોમાં સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. મારો પુત્ર આકાશે મિકેનિકલ એન્જિનિયર વિથ એમ.બી.એ. નો અભ્યાસ કર્યો છે. અત્યારે હાલ હિમાલયા કંપનીમાં ફરજ બજાવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મારી કલમ વડે મારા શોખને જીવંત કરીને અવનવા સાહિત્યના સર્જનનો આનંદ માણી રહી છું.