Share this book with your friends

Prerana Panthe / પ્રેરણા પંથે વાર્તા & કાવ્ય સંગ્રહ

Author Name: Girimalsinh Chavda | Format: Paperback | Genre : Young Adult Fiction | Other Details

જીવન માર્ગ સતત ચાલતો રહે છે, અને. આપણે સૌ આ મારગના મુસાફર છીએ. ક્યારેક કયો મુસાફર તમારી ભીતરનાખોણે આવીને વસી જાય એ કહેવું મુશ્કેલ છે. વાસ્તવમાં આપણું શરીર અંગોથી બનેલું છે. પણ એક બીજું જીવન જે યાદોથી બનેલું છે. જે જીવનકાળ દરમિયાન ઘણાં રસ્તાઓમાંથી પસાર થાય છે, જેમાંની મોટાભાગની યાદો ઘટના સ્વરૂપે કે કે પછી કલ્પના સ્વરૂપે તમારી સાથે ચાલતી રહે છે.પ્રેરણા પંથે પુસ્તક કંઈક આવું જ સ્વરૂપ લઈને આપની સમક્ષ મુકું છું. જે વાર્તાઓ અને કવિતાઓ મેં લખી છે તે તમારા ભીતર પણ પ્રગટેલી હોય અને તમે એમાંથી પસાર પણ. થયા હશો. કેમ લખું છું ? એ પ્રશ્નનો જવાબ કદાચ આપવો મુશ્કેલ છે, કારણ કે મારા ભીતરે વસતી પ્રેરણાનો જીવ મને લખવા માટે પ્રેરે છે. બાળપણથી અત્યાર સુધીની ઘણી યાદો હજી તરો તાજા છે. માના ખૂણામાં માથું રાખી આમલીના ઝાડ નીચે કક્કા બારક્ષરી શીખી એ મને હજી યાદ છે. કાચા મકાનની ચૂનાની દીવાલે સવારે રેડિયોમાં પ્રભાતિયા સાંભળતી સાંભળતી વાળ ઓળવતી માં મને બહુ ગમતી. સમયની સાથે સાથે મોટા થવું સ્વાભાવિક છે પણ હજી જ્યારે ગામની ઋતુ નો પહેલો વરસાદ જ્યારે ગામની માટી પર પડતો હોય ત્યારે ભીની માટીની સુગંધ લેવી મને ગમે છે. વાડીના કાચા રસ્તામાં બાપુની(પપ્પા) થાકેલી ને શાંત પડેલી પગની ઠંડી છાપ પર પોતાના પગની છાપ અડાડવી ગમે છે. ગામને પાદર જઈ વડની વળવાઈ થી લઇ આમલીની ડાળીઓ પકડી બાળપણ યાદ કરવું ગમે છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

ગિરિમાલસિંહ ચાવડા ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકાર અને ગુજરાતી શોર્ટ ફિલ્મ નિર્માતા છે ! જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાણા ગામના એક ખેડૂત પરિવારમાં સુરુભા બનુબા ચાવડાના ઘરે જન્મ. જૂનાગઢ જિલ્લામાં એમનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું. બેચ્રલ ઑફ કંપ્યુટર એપ્લીકેશનમાં અભ્યાસ પૂર્ણ કરી IT કંપનીમાં એસોસિયેટ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, સાથે સાથે તેઓ પોતાની કારકિર્દી લેખન અને ફિલ્મ ક્ષેત્રે બનાવી રહ્યા છે. માત્ર ૨૪ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ ગુજરાતી શોર્ટ ફિલ્મ "સંતાન" રજૂ કરી હતી. જેને ગુજરાતના લોકોએ હર્ષ સાથે વધાવી હતી. ટૂંકી વાર્તા, નવલકથા, લેખ અખબારમાં પ્રકાશિત થાય છે. ફિલ્મ ટીવીની કથા-પટકથા જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે ગુજરાતી મેગેઝીન રાજપૂત શક્તિ મેગેઝીન, ગાંધીનગર રાજપૂત મેગેઝીન, સમન્વય અને સ્પંદન મેગેઝીન  અને અખબારી કોલમ પણ લખી રહ્યા છે.યુથ આઈકોન એવોર્ડ નોમિની અને ગીર ગુજરાત એવોર્ડ નોમિની રહી ચૂક્યા છે. ગુજરાત સિને મીડિયા એવોર્ડ 2021માં સ્પેશિયલ અચિવમેન્ટ એવોર્ડ, ગર્વથી ગુજરાતી 2021-22માં સન્માનિત થઈ ચૂક્યા છે.મોટીવેશનલ સ્પીકર તરીકે અત્યાર સુધીમાં 30 જેટલા સેમિનાર આપ્યા છે. સમાજ સેવાના કાર્ય અર્થે "Let's Share" નામનો એનજીઓ પણ ચલાવે છે. અનાથ બાળકોના ભણતરથી લઈ જીવન જરૂરિયાત સુધીની બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. કો-ઓથર તરીકે "પ્રેરણાના પગથિયાં", "સ્નેહનો સંગાથ", "અવસર", "સારમાં વિસ્તાર" અને "Mine"  બુક પ્રકાશિત કરી છે.

Read More...

Achievements

+2 more
View All