જ્યારે જિંદગી એની જન્મજાત લાક્ષણિકતાઓ સાથે લયપૂર્વક વહેતી હોય છે ત્યારે અવનવો તકનિકી બદલાવ માનવસંબંધોને પ્રભાવિત કરીને માતા-પિતા તરીકેની ભૂમિકાને અસરગ્રસ્ત કરે છે. જ્યારે સામાજિક ધોરણો અને જીવનશૈલીમાં બદલાવ આવે છે ત્યારે પણ બાળકોના જીવનમાં તો વાલીનું મહત્ત્વ
રહે જ છે. સક્રિય અને સકારાત્મક પેરન્ટિંગનાં(વાલીત્વ) કારણે સુખી પરિવારનું દર્શન થાય છે જે અંતે સ્વસ્થ સમાજનું સર્જન કરે છે.
આ પુસ્તકમાં સંકલિત લેખો જીવનના વિવિધ તબક્કે બાળઉછેર સંબંધિત માતા-પિતાની જરૂરી નિસ્બતને આવરી લે છે જે દરેક બાળક સાથે સંબંધિત છે. આ પુસ્તકનો ખાસ હીરો(નાયક) એકાંશ છે જે માની કૂખમાં ગર્ભાંકુરના આવિર્ભાવથી ખુદની વયસ્કતા સુધીની યાત્રાના સ્વરૂપને આકારિત કરીને દરેક પ્રકરણમાં ઉજાગર કરે છે.
એકાંશની જિંદગીનું પ્રત્યેક પ્રકરણ એની માની દૃષ્ટિથી જોઈ-વિચારી-વાંચીને દરેક વાચક સમજે અને તંદુરસ્ત પેરન્ટહૂડ(વાલીત્વ) માટે આ પુસ્તક પ્રેરક બને એવી આશા.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners