"વરસાદનું એક ઝાપટું" એક વયસ્ક યુગલને પોતાના જૂના દિવસોની યાદ અપાવે છે. તો "હિંમત" વાતમાં પોતાની શારીરિક ખામીને શરમજનક ગણતા યુવાવર્ગને સંકોચ વગર સમાજનો સામનો કરવાનું કહ્યું છે. "જવાબો એક મેસેજના"માં એક જ વાતને કઈ રીતે જુદી જુદી વ્યક્તિઓ અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં વિચારે છે તે જણાવ્યું છે. "દરાર કોરોનાની"માં એક પત્નીના મનોભાવનું નિરૂપણ કર્યું છે. માનવ દ્વારા થતી પ્રભુને પ્રાર્થના હોય કે આજના બાળકોની દાદા-દાદી અને માતાપિતા સાથેની વાતો આપણા મનની બારી ખોલે છે.
બાળકોએ કરેલા પ્રશ્નો ખરે તો મારી પૌત્રી માહી અને પૌત્ર વ્યોમે કરેલા સવાલના જ જવાબ રૂપે છે. "ચાલને સખી" કવિતા મારી અંતરંગ સહેલીઓની ચાહનાનું રૂપ છે. "માની યાદ" અને "પપ્પા કાશ" કવિતા મારા માતા-પિતાની યાદને સમર્પિત છે. "અગ્નિશાખની હારે" લખતા મનોમસ્તિષ્ક્માં પતિદેવ છવાયેલા જ હોય.