બુદ્ધિપ્રકાશ, સમભાવ, જીવનપ્રકાશ, નવનીત-સમર્પણ વગેરે પ્રતિષ્ઠિત સામયિકોમાં અવારનવાર પ્રકાશિત થયેલાં સ્વ. શ્રી જિતેન્દ્ર પંડ્યાનાં 108 જેટલાં કાવ્યોનું સંકલન તેમના પુત્ર શ્રી પરાગભાઈ દ્વારા આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સમાજને તથા સમજને આવરી લેતાં આ કાવ્યો સમગ્ર ચૈતન્યથી માણવા જેવાં છે, મૌનથી મમળાવવા જેવાં છે.