'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.
Bhedi Piya / ભેદી પિયા
Ratings & Reviews
Share:
Sorry we are currently not available in your region.
અંકિત ચૌધરી 'શિવ'
'શિવ'થી શબ્દોની ઉત્પતિ ને 'શિવ'થી વાર્તાનું સર્જન ! મારી ઓળખાણ મારી માટે એક દર્પણ સમાન છે, હું અંકિત ચૌધરી 'શિવ' નામથી આખા ગુજરાતમાં પ્રચલિત થયો છું, મારું આખું નામ અંકિત શિવરામભાઈ ચૌધરી છે. મારા પિતા શિવરામભાઈ વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલ છે અને માતા હેમીબેન એક સફળ અને આદર્શ ગૃહિણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાને લીધે મારા માતા-પિતાએ મને દરેક જગ્યાએ પ્રોત્સાહન આપ્યું છે. મેં અભ્યાસ M.A. B.Ed અંગ્રેજી વિષય સાથે પૂર્ણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી લખવાનો શોખ જાગ્યો છે, એટલે એ શોખને મારું પેશન બનાવીને મેં એમાં ઊંડા ઉતારવાનું શરૂ કર્યું. મેં લખવાની શરૂઆત કર્તવ્ય - એક બલિદાન અને પ્રેમ કે બદલો? નામની બે નવલકથા એક સાથે લખીને કરી હતી. કર્તવ્ય - એક બલિદાન, કાલો - ધ નૂર ઓફ કુલભાટા, રુહાનુબંધ, ભેદી પિયા - અતીતનો પડછાયો અને વશીકરણ નામની નવલકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ગઈ છે. તરંગિણી સમીપે નામનો કાવ્યસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થયો છે. કેસરિયા નામનો વાર્તા સંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થયો છે. A DIVINE LOVE STORY, who is there? & Enigmatic Love અંગ્રેજી નોવેલ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ છે. આગળ પણ મારા શોખને મારું હથિયાર બનાવીને શિખર સર કરવાની કોશિશ કરતો રહીશ! ગુજરાતી સાથે સાથે હિંદીમાં પણ લખવાનો શોખ ધરાવું છું, જેમાં હિંદી ભાષામાં અનેક કાવ્ય લખી ચૂક્યો છું, જેના માટે વાંચકો દ્વારા મને ખૂબ જ પ્રશંસા મળી છે, જેની માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.