પ્રેમ એક એવી લાગણીનો વરસાદ છે કે જેમાં દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ભીંજાયો જ છે. પ્રેમમાં મિલન છે, વિરહ છે, સુખ છે તો ક્યારેક દુ:ખ છે. પ્રેમમાં દરેક વ્યક્તિનો અલગ અલગ અભિપ્રાય છે. પ્રેમ એટલે રાધા કૃષ્ણની આરાધના અથવા તો એમ કહું કે પ્રેમ એટલે રાધાકૃષ્ણ. મારા ત્રણ સફળ પુસ્તકો બાદ એક વર્ષ સુધી ઘણી વાર્તાઓ લખી અને એમ ખાસ તો પ્રેમકથાઓ લખી. મારી પ્રેમકથાઓ દરેક ઉમરના લોકો માટે છે, આ વાર્તાસંગ્રહમાં કોઈને કશું શીખવવાનો પ્રયાસ નથી ફક્ત પ્રેમનો સુખદ અનુભવ છે. મારા પહેલાના ત્રણ પુસ્તકોને જે રીતે વાંચકોએ વધાવ્યા છે એમ જ આ મારુ ચોથું પુસ્તક અને મારો પ્રથમ વાર્તાસંગ્રહ દરેક વાંચકો વધાવશે એવી આશા છે.