કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા સમયમાં કોઈ એવું હશે કે નહિ, એ તો એક પ્રશ્ન છે. પણ બીજાની ખુશીઓમાં પોતાની ખુશી અને બીજાના દુઃખમાં દુઃખી થનારી, અંતે પોતાના માન સન્માન ખાતર આત્મનિર્ભર બનનારી નારી વિશે જાણવું રસપ્રદ રહેશે...
આ વાતની શરૂઆત થાય છે મુંબઈની એક બદનામ ગલીથી, જેની માલકીન છે ગહેના બાનું ઉર્ફ ગુડિયા બાનું! જેની બદનામ ગલીમાં એક સોળ વર્ષની માસૂમ મેધાને એના જ પતિ દ્વારા વેચવામાં આવી હતી. મેધા પહેલાં તો આ વિશે નોહતી જાણતી પણ એનો પહેલો સોદો કરવામાં આવ્યો ત્યારે એને સમજાયું કે એને વેચવામાં આવી હતી. માસૂમ મન અને કુમળું જીસ્મ એકદમ લજ્જિત થઈ ઉઠયું! માત્ર સોળ વર્ષની ઉંમરમાં પહેલી વખત ખુદની નજરમાં પોતાની જ ઇજ્જતને દાવ ઉપર લાગતાં જોઈ! પણ મેધાએ જેમ તેમ કરીને પોતાની જાતને સાચવી લીધી અને એનું આ કર્તવ્ય નિભાવવા માટે પણ એ તૈયાર થઈ ગઈ...
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners